સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં નજીવી બાબતે એક યુવક પર હુમલો થવાની ઘટના સામે આવી છે. રતનપરમાં રહેતા સમીરભાઈ ઇસુબભાઈ જેડા જ્યારે પોતાના ઘર પાસે આવેલી મસ્જિદમાં નમાઝ પઢીને બહાર નીકળ્યા, ત્યારે સોયબભાઈ નામનો શખ્સ ગાળો બોલી રહ્યો હતો. સમીરભાઈએ તેને ગાળો બોલવાની મનાઈ કરતા મામલો બિચક્યો હતો.
આ સામાન્ય બોલાચાલી બાદ રમજાનભાઈ રફીકભાઈ, રફીકભાઈ અબ્દુલભાઈ, મુમતાજબેન અને રુકશાનાબેન સહિતના વ્યક્તિઓએ એકસંપ થઈ સમીરભાઈ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ ઘટના અંગે ભોગ બનનાર સમીરભાઈએ બે મહિલાઓ સહિત કુલ 4 શખ્સો વિરુદ્ધ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…