સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં ‘સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ અંતર્ગત નવા રોડ-રસ્તાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જોકે, આ પ્રોજેક્ટમાં ફરી એકવાર વઢવાણ વિસ્તાર અને મહાનગરમાં ભળેલા નવા 5 ગામો સાથે અન્યાય થયો હોવાની બૂમ ઉઠી છે. કુલ 18.45 કરોડ રૂપિયાના ખર્ચે 15 જેટલા નવા રસ્તાઓ બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ તેમાંથી સિંહફાળો સુરેન્દ્રનગરના મુખ્ય શહેરી વિસ્તારોને ફાળવવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાની રચના વખતે વઢવાણ સહિત માળોદ, ખમીસણા, મૂળચંદ અને ખેરાળી જેવા ગામોને વિકાસની આશાએ ભેળવી દેવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ વિસ્તારોમાં આજે પણ પીવાના પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ છે. આશ્ચર્યની વાત એ છે કે, શહેરી વિસ્તારના 11 વોર્ડ માટે 16.95 કરોડ રૂપિયા જેવી જંગી રકમ ફાળવાઈ છે, જ્યારે તેની સામે વઢવાણ અને તેની સાથે ભળેલા ગ્રામીણ વિસ્તારો પાછળ માત્ર 2.50 કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવાનું આયોજન કરાયું છે.
ગામડાઓના વિકાસ માટે આશાસ્પદ રહેલા નાગરિકો હવે નિરાશા અનુભવી રહ્યા છે, કારણ કે નવી મંજૂરીમાં એક પણ ગ્રામીણ વિસ્તારમાં નવા રોડ બનાવવાનું આયોજન નથી. પાલિકાના અધિકારીઓ વઢવાણ પ્રત્યે રાગદ્વેષ રાખી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. મનપાના 13 વોર્ડમાં જે રકમની ફાળવણી થઈ છે, તેમાં વોર્ડ નંબર 08 અને 09 જેવા વિસ્તારોને 2.00 કરોડ સુધીની ગ્રાન્ટ મળી છે, જ્યારે વઢવાણ અને નવનિયુક્ત ગામોને અવગણવામાં આવ્યા છે. આ આર્થિક અસમાનતાને લીધે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ બજેટ અને ટેન્ડર પ્રક્રિયામાં વઢવાણના વિકાસને રુંધવામાં આવતો હોવાના આક્ષેપ સાથે હવે ઉગ્ર રજૂઆતો થઈ રહી છે.
વોર્ડ વાઇઝ ફાળવવામાં આવેલી રકમની વિગત:
વોર્ડ નંબર કુલ રકમ (કરોડમાં) 01 1.75 02 1.22 03 1.85 04 1.35 05 1.30 06 1.66 07 0.90 08 2.00 09 2.00 10 1.50 11 0.42 12 1.00 13 1.50
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…