Ration Shop Raid | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા તાલુકાના નાવા (Nava) ગામમાં સરકારી અનાજ વિતરણ વ્યવસ્થામાં ચાલતી મોટી ગેરરીતિનો પર્દાફાશ થયો છે.
નાયબ કલેક્ટર (Deputy Collector) અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (Sub Divisional Magistrate) એચ. ટી. મકવાણા દ્વારા નાવા ગામની વાજબી ભાવની દુકાન (Fair Price Shop – FPS) પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ગરીબોના પેટમાં જતું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે.
તપાસ દરમિયાન દુકાનના સ્ટોકની ભૌતિક ચકાસણી કરતાં સરકારી ઘઉં 161 કિલોગ્રામ (આશરે 4 કટ્ટા), ચોખા 169 કિલોગ્રામ (આશરે 4 કટ્ટા) તેમજ ખાંડ 40 કિલોગ્રામ ઓછી હોવાનો ધડાકો થયો હતો. આમ, સત્તાવાર સ્ટોક કરતાં કુલ 9 (નવ) કટ્ટા જેટલો અનાજનો જથ્થો ઓછો મળતા પ્રાથમિક દ્રષ્ટિએ ગંભીર ગેરરીતિ સાબિત થઈ છે.
જાહેર વિતરણ પ્રણાલી (Public Distribution System – PDS) હેઠળ ગરીબ પરિવારો માટે ફાળવવામાં આવેલો આ જથ્થો બારોબાર વેચી દેવાયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
વહીવટી તંત્રની આ રેડ (Raid) દરમિયાન અન્ય 6 જેટલી મોટી ક્ષતિઓ પણ સામે આવી છે. દુકાનની ઇમારત જર્જરિત હાલતમાં હતી અને ત્યાં સ્વચ્છતાનો તદ્દન અભાવ હતો. આ ઉપરાંત ગરીબ લાભાર્થીઓને ફરજિયાત કૂપન કે રસીદ આપવામાં આવતી ન હતી, અનાજના સેમ્પલ (Samples) પ્રદર્શિત કરાયા ન હતા, તેમજ BPL અને અંત્યોદય લાભાર્થીઓની યાદી અને ભાવપત્રકનું બોર્ડ પણ ગેરહાજર હતું.
ગોડાઉનમાં અનાજના કટ્ટાનું સ્ટેકિંગ (Stacking) અને માર્કિંગ પણ નિયમ મુજબ ન હતું. આ તમામ ગંભીર બેદરકારી બદલ દુકાન સંચાલક છત્રજીતભાઈ શાંતિભાઈ જેબલિયા વિરૂદ્ધ ગુજરાત જાહેર વિતરણ પ્રણાલી કંટ્રોલ ઓર્ડર (TPDS Control Order) ની જોગવાઈઓ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…