Chotila Cattle Rescue | ચોટીલા (Chotila) ખાતે ગૌરક્ષકો અને પોલીસ તંત્રની સંયુક્ત કામગીરીથી કતલખાને લઈ જવાતા 11 અબોલ પશુઓને બચાવી લેવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ-અમદાવાદ હાઈવે (Rajkot-Ahmedabad Highway) પર GJ-27-TG-5043 નંબરની આઈસર ગાડીમાં તાડપત્રી નીચે 9 ભેંસ અને 2 પાડા ક્રૂરતાપૂર્વક લઈ જવાતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.
બાતમીના આધારે ગૌરક્ષકો અને ચોટીલા પોલીસ (Chotila Police) ની ટીમે હોટેલ ઓનેસ્ટ પાસે વાહનને રોકી તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન (Rescue Operation) માં 112 PCR વાન અને સ્થાનિક પોલીસ સ્ટાફે મહત્વનો સહયોગ આપ્યો હતો.
ગૌરક્ષકોની સતર્કતાથી તમામ 11 પશુઓને સલામત રીતે ચોટીલા મહાજન પાંજરાપોળ (Panjrapole) ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ જીવદયાના ઉત્કૃષ્ટ કાર્યમાં હરેશભાઈ ચૌહાણ, ભીખુભાઈ ખાચર અને અનિલભાઈ બોરાણા સહિતના સેવકો જોડાયા હતા.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…