ACB Bribe Case | સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં (SNMC) સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને એન્ટી કરપ્શન બ્યુરો (Anti Corruption Bureau – ACB)ની જાળમાં ફસાયેલા કર્મચારી વિનોદ કિશોરભાઈ પરમાર સામે તપાસ તેજ કરવામાં આવી છે.
રાજકોટની જે. કે. સિક્યુરિટી એજન્સીમાં સુપરવાઇઝર તરીકે કાર્યરત વિનોદ પરમારને ₹2000 ની લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી નોકરી આપવા, નોકરી પર ચાલુ રાખવા અને સારી જગ્યાએ પોસ્ટિંગ આપવા માટે કર્મચારીઓ પાસેથી દર મહિને ₹1000 થી ₹2000 સુધીના હપ્તા લેતો હોવાનો મોટો ધડાકો થયો છે.
આ કૌભાંડ (Scam) બહાર આવ્યા બાદ એસીબી વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકાના બગીચા વિભાગ અને પાણી પુરવઠા વિભાગ સહિતની ઓફિસોમાં ફરજ બજાવતા તમામ સિક્યુરિટી ગાર્ડ્સની પૂછપરછ શરૂ કરાઈ છે.
આ મામલે અત્યાર સુધીમાં 28 જેટલા કર્મચારીઓના સત્તાવાર નિવેદન (Statement) લેવામાં આવ્યા છે. વધુમાં, એસીબી દ્વારા સિક્યુરિટી કોન્ટ્રાક્ટ એજન્સીના (Contract Agency) વડાને પણ પૂછપરછ માટે તેડું મોકલવામાં આવ્યું છે. આ ઓપરેશનથી ભ્રષ્ટ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…