સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026 માટે 757 કરોડ રૂપિયાનું ભવ્ય બજેટ જાહેર કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની સ્થાપનાના બીજા વર્ષે રજૂ થયેલા આ બજેટમાં શહેરને ‘સ્માર્ટ સિટી’ બનાવવાની દિશામાં અનેક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગૌવ્હાણે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરનો વિકાસ અમદાવાદ શહેરની થીમ અને મોડેલને ધ્યાને રાખીને કરવામાં આવશે. આ બજેટમાં ખાસ કરીને માળખાગત સુવિધાઓ, કનેક્ટિવિટી અને શહેરી સુખાકારી પર ભાર મૂકવામાં આવ્યો છે.
બજેટની મુખ્ય વિશેષતાઓમાં સૌથી વધુ 99 કરોડ રૂપિયાનો ખર્ચ માર્ગ અને પરિવહન પાછળ કરવાનું આયોજન છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને કનેક્ટિવિટી વધારવા માટે નવા રિસરફેસિંગ કામો, ફૂટપાથ અને આઇકોનિક રોડ બનાવવામાં આવશે. આ ઉપરાંત, શહેરના આયોજિત વિકાસ માટે 30 વર્ષ બાદ પ્રથમ વખત 17 નવી ટીપી (Town Planning) સ્કીમ મંજૂર કરવાનું ઐતિહાસિક પગલું લેવાયું છે. નવા ભળેલા 5 ગામોના વિકાસ માટે પણ 5 કરોડની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
પીવાના પાણી અને ડ્રેનેજની વર્ષો જૂની સમસ્યાના ઉકેલ માટે વોટર પ્રોજેક્ટમાં 50 કરોડ અને ડ્રેનેજ માટે 25 કરોડ ફાળવાયા છે. શહેરીજનોના મનોરંજન માટે બાગ-બગીચાના વિકાસ પાછળ 7 કરોડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા શોપિંગ મોલ જેવા પ્રોજેક્ટ્સ પાછળ 57 કરોડનો જંગી ખર્ચ થશે. પર્યાવરણ અને સ્વચ્છતા જાળવવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ માટે 40 કરોડ નક્કી કરાયા છે. રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ અપાવવા 4 કરોડના ખર્ચે નવી પાંજરાપોળ બનશે, જ્યારે પ્રથમ વખત ભૂંડ અને સ્વાન પકડવા માટેના ટેન્ડર બહાર પાડવાની જાહેરાત કરાઈ છે.
વઢવાણની વિરાસતને જાળવવા તેને ‘હેરિટેજ સિટી’ તરીકે વિકસાવવા 2 કરોડ અને દુધરેજ, ગંગાવા તથા તમારા તળાવના બ્યુટીફિકેશન માટે 7 કરોડની જોગવાઈ છે. બજેટમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન, નવી લાઈબ્રેરી, ટાઉનહોલ અને સ્માર્ટ કંટ્રોલ સેન્ટર જેવા આધુનિક પ્રોજેક્ટ્સ માટે કુલ 118 કરોડ ફાળવવામાં આવ્યા છે. આમ, આ બજેટ સુરેન્દ્રનગરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી વિકસિત ભારતની નેમ સાથે શહેરનો કાયાકલ્પ કરનારું સાબિત થશે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…