Surendranagar

સુરેન્દ્રનગરના ઇતિહાસમાં પ્રથમવાર હથિયારો વિના મોહરમની શાંતિપૂર્ણ ઉજવણી

Surendranagar Moharram Celebration : સુરેન્દ્રનગર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પણ પ્રકારના જોખમી હથિયારો વિના મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવી છે.

જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલૂના આદેશ અને ગાઈડલાઈનનું આયોજકો દ્વારા સંપુર્ણ પાલન કરવામાં આવ્યું હતું. તલવાર, છરી, ખંજર, બ્લેડ અને ટ્યુબલાઈટ જેવા જોખમી સાધનો પર પ્રતિબંધ હોવાને કારણે મુસ્લિમ બિરાદરોએ માત્ર ધોકા અને લાકડીઓથી પરંપરાગત કરતબો અને અખાડા રજૂ કર્યા હતા.

આ ઉપરાંત, તાજીયાના જુલૂસ દરમિયાન ડીજે (DJ) નો ઉપયોગ ટાળીને માત્ર માતમ અને ધાર્મિક રીત-રિવાજો સાથે શોક પ્રગટ કરાયો હતો. જિલ્લાના તમામ 66 સ્થળો પર LCB, SOG અને સ્થાનિક પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એસપી પોતે બજારમાં લોકો વચ્ચે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા હતા.

વઢવાણમાં હિન્દુ પરિવારે તાજીયા બનાવી કોમી એકતા દર્શાવી બીજી તરફ, વઢવાણમાં કોમી એકતાની 200 વર્ષ જૂની પરંપરા આ વર્ષે પણ અકબંધ જોવા મળી હતી. અહીં મકવાણા પરિવારની 7 પેઢીથી હિન્દુ પરિવાર દ્વારા માતાજીના મઢમાં પરંપરાગત રીતે ‘જુલ્ફીકાર’ તાજીયા બનાવવામાં આવે છે, જેમાં મુસ્લિમ પરિવારો પણ આદરભેર જોડાય છે. આ અનોખા તાજીયાના દર્શન કરવા માટે ચાલુ વર્ષે અમદાવાદ, જામનગર, રાજકોટ અને સુરત સહિતના અન્ય જિલ્લાઓમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભાઈચારાની અનોખી મિસાલ કાયમ કરી હતી.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago