Surendranagar

સુરેન્દ્રનગરમાં મિશન મંગલમ યોજનાના 50થી વધુ કર્મચારીઓનું સામુહિક રાજીનામુ આપવાની ચીમકી

Mission Mangalam | સુરેન્દ્રનગર જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળ ફરજ બજાવતા 50 થી વધુ કર્મચારીઓએ ઉચ્ચ અધિકારીઓના કથિત ત્રાસ અને કામના અસહ્ય ભારણથી કંટાળીને સામુહિક રાજીનામા આપવાનો નિર્ણય કર્યો છે.

છેલ્લા 3 મહિનાથી પગાર ન મળવા છતાં આ કર્મચારીઓ પાસે રજાના દિવસોમાં પણ રાત્રે 9:00 વાગ્યા સુધી કામ કરાવવામાં આવી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે.

મિશન મંગલમ યોજના (Mission Mangalam)ના કર્મચારીઓ જિલ્લામાં સખી મંડળ, નાણાકીય સાક્ષરતા, કૌશલ્ય વર્ધન અને આજીવિકા જેવી વિવિધ યોજનાઓનું સંચાલન કરી રહ્યા છે.

તાજેતરમાં કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા ટાર્ગેટ પૂરા ન કરવા બદલ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દેવાની ચીમકી આપવામાં આવી હતી.

તદુપરાંત, 3 સપ્ટેમ્બર સુધીમાં 13000 મહિલાઓને પશુપાલન સાથે જોડીને સીસી લોન મંજૂર કરાવવાનો ટાર્ગેટ અપાયો છે. જ્યારે કર્મચારીઓએ સર્વર ડાઉન હોવાની અને સતત કામના ભારણની રજૂઆત કરી, ત્યારે અધિકારીએ ઉડાવ જવાબ આપ્યો હતો કે તેઓ માત્ર કામના ફોટા અને લોકેશન જ ઈચ્છે છે.

અધિકારીઓના આ પ્રકારના ગેરવર્તનથી રોષે ભરાયેલા તમામ 50 કર્મચારીઓએ ગ્રામ વિકાસ એજન્સીમાં પોતાનો રાજીનામાનો પત્ર રજૂ કરી દીધો છે.

જ્યાં સુધી તેમના બાકી પગારની ચુકવણી ન થાય, રવિવારની રજા ન મળે અને માનસિક ત્રાસ બંધ ન થાય ત્યાં સુધી આ કર્મચારીઓએ તમામ સરકારી કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

2 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

2 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

2 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

2 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

2 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

2 days ago