સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં પહોંચી ગયું છે.
વર્ષો જૂની આ ઇમારતની છત અને દીવાલોમાંથી હવે પોપડા ખરવા લાગ્યા છે અને અંદરના લોખંડના સળિયા પણ સ્પષ્ટ દેખાવા લાગ્યા છે.
આ બિલ્ડિંગમાં નાયબ ચિટનીસ, મિશન મંગલમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન તેમજ ડીપીસી વિભાગ સહિતની અનેક મહત્વપૂર્ણ શાખાઓ કાર્યરત છે.
અહીં વર્ગ-1ના અધિકારીઓ સહિત અનેક કર્મચારીઓ ફરજ બજાવે છે, જેઓ અન્ય કોઈ યોગ્ય બેઠક વ્યવસ્થા ન હોવાને કારણે ભારે ભય વચ્ચે નોકરી કરવા મજબૂર બન્યા છે.
એક તરફ તંત્ર દ્વારા શહેરી વિસ્તારમાં આવેલી જર્જરિત અને ભયજનક ઇમારતોને ઉતારી લેવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે, તો બીજી તરફ સરકારી કચેરી પોતે જ આવી દયનીય સ્થિતિમાં ચાલી રહી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આ કચેરીને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે તેવી માગ ઉઠી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…