Limbdi

પાણસીણા પોલીસ સૂતી રહી અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડ્યા..

સુરેન્દ્રનગર (Surendranagar): રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે (National Highway) પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસતા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી સફળતા મેળવી છે. લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલી એક ખાનગી હોટલ પર દરોડા પાડીને ટેન્કરમાંથી થતું પેટ્રોલ-ડીઝલનું ગેરકાયદેસર ‘કટિંગ’ (Illegal Petrol diesel Cutting Racket Busted) ઝડપી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે 6 ઇસમોની ધરપકડ કરી કુલ ₹1,06,17,295 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાનો અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે હાલ જાણીતો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પાણસીણા પોલીસ છે તે સુતી રહી છે અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી અને ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલનું કટીંગ ઝડપી પાડવામાં આવ્યું છે અને હોટલમાં ચાલતા કટીંગ ઉપર દરોડા પાડી અને છ જેટલા ઇસમોની પણ અટકાયત કરી લેવામાં આવી છે

સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ હાઇવે પર આવેલ હોટલો પર ટ્રક ટેન્કરમાંથી થતી પેટ્રોલ ડીઝલ ચોરીની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ અલગ અલગ હાઇવે રોડ પર અમુક ઇસમો ચોરી છુપીથી ગેરકાયદેસર ટ્રક ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલ તથા અન્ય જ્વલંતશીલ પ્રવાહી કેમીકલ ની ચોરી કરી તેનું ગે.કા. વેચાણ કરતા હોય જેથી તે અંગે ચોકસ હકીકત અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલી ખાનગી હોટલની મળી હતી

જે અન્વયે એલ.સી.બી.પી.આઈ જે જે જાડેજા તથા UC પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ.રાઇમાએ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોડ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી, ખાસ એકશન પ્લાન હેઠળ પેટ્રોલ ડીઝલ કેમીકલ ચોરીની બદી સંપૂર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અન્વયે એલ.સી.બી.ટીમ બારા સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન પો.હેડ કોન્સ અજયવીરસિંહ ઝાલા નાઓને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે રેઇડ કરી પાણસીણા પો.સ્ટે. વિસ્તારના લીંબડી – અમદાવાદ હાઇવે ઉપર કટારીયા ગામના બોર્ડથી આગળ યુપી બીહાર મહારાષ્ટ ઢાબા હોટલ ખાતે ટ્રક ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલ તથા કેમીકલ કાઢી ગેરકાયદેસર પ્રવૃત્તિ પકડી પાડી હોટલ ખાતેથી પ્લા ના બેરલમાંથી પેટ્રોલ લીટર-૮૫૦/- કિ.રૂ.૭૯.૯૦૦/- તથા ડીઝલ લીટર ૧૦૫૦ કી.રૂ.૯૪,૫૦૦/- તથા ટૂંક – ૦૨ કી.રૂ.૪૦,૦૦૦,૦૦/- તથા બોલેરો પીક અપ વાહન – ૦૨ કી.રૂ.૧૦,૦૦૦,૦૦/- તથા ટ્રક રજી નં.GJ.05.CW.7020 માં ભરેલ પેટ્રોલ ૧૩૦૦૦ લીટર કી.રૂ.૧૧,૬૬,૮૩૯/- તથા ડીઝલ ૯૦૦૦ લીટર કી.રૂ.૭,૭૯,૭૯૬/- તથા ઢક રજી નં. GJ.12 AZ 8565 માં ભરેલ પેટ્રોલ ફેક્ષન ૧૯૩૬૦ કે.જી. કી.રૂ.૧૭,૬૪,૭૬૦/- તથા સ્કોપીયો કાર – ૦૧ કી.રૂ.૧૫,૦૦૦,૦૦/- તથા રોકડ રૂપીયા ૧,૮૧,૫૦૦/- તથા મોબાઇલફોન નંગ ૦૬ કી.રૂ.૫૦,૦૦૦/- એમ કુલ કી.રૂ.૧,૦૬,૧૭,૨૯૫/-ના મુદામાલ સાથે સ્થળ પરથી છ ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી મજકુર ઇસમ વિરૂધ્ધ પાણસીણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી.કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

● સમગ્ર રેકેટ ચલાવતા 6 ઇસમોની કરાઈ અટકાયત..

ગેરકાયદેસર રીતે ખાનગી હોટલમાં ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલનું કટીંગ કરતા અને તેનો નેટવર્ક ચલાવતા છ જેટલા ઇસમોને સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

(૧) રામક્રીપાલ રાજેન્દ્રપ્રસાદ યાદવ રહે.વરેલી ૩૧ બ્રીજયામસોસાયટી તા.પલસણા વરેલી સુરત

(૨) શીરાજભાઈ મેમુદભાઈ ટીબલીયા રહે.ગામ રળોલ તા.લીબડી જી.સુરેન્દ્રનગર

(૩) શૈલેષસિંહ ભરતસિંહ ગોહીલ રહે.ગામ વસ્તડી તા. વઢવાણ જી.સુરેન્દ્રનગર

(૪) ચેતનભાઈ મફાભાઈ જોગરાણા રહે ગામ રાણાગઢ તા.લોબડી જી.સુરેન્દ્રનગર

(૫) ગંભુભાઇ લાભુભાઈ મેણીયા રહે.ગામ કટારીયા તા,લીંબડી જી.સુરેન્દ્રનગર

(૬) હોટલ સંચાલક જય ઉર્ફે જયરાજ ભુપતભાઈ રાઠોડ રહે. ચુડા મહેતા શેરી તા.ચુડા જી.સુરેન્દ્રનગર

● કબ્જે કરેલ મુદામાલ –

(૧) પ્લ.ના બેરલમાંથી પેટ્રોલ બીટર-૮૫૦/- કિ.રૂ.૭૯,૯૦૦/-

(૨) પ્લા.બેરલમાંથી ડીઝલ ૧૦૫૦ લીટર ૯૪,૫૦૦/-

(૩) વાહન ટક રજી નં.GJ.05.CW.7020 કી.રૂ.૨૦,૦૦૦.૦૦/-

(૪) વાહન ટ્રક રજી નં.GJ.12. AZ. 1565 કી.રૂ.૨૦,૦૦૦,૦૦/-

(૫) વાહન બોલેરો પીક અપ વાહન રજી નં.GJ.33.T.3626 કી.રૂ.૫,૦૦,૦૦૦/-

(૬) વાહન બોલેરો પીક અપ વાહન રજી નં. GJ.13.AX 4882 કી.રૂ.૫,૦૦,૦૦૦/-

(૭) ટ્રક રજી નં.GJ.05.CW.7020 માં ભરેલ પેટ્રોલ ૧૩૦૦૦ લીટર કી.રૂ.૧૧,૬૬,૮૩૯/-

(૮) ટૂંક રજી નં.GJ.05. CW.7020 માં ભરેલ ડીઝલ ૯૦૦૦ લીટર કી.રૂ.૭,૭૯,ses)-

(૯) ઢક રજી નં.GJ.12.AZ 8565 માં ભરેલ પેટ્રોલ (હેક્ષન) ૧૯૩૬૦ કે.જી. કી.રૂ.૧૭,૬૪.૭50/-

(૧૦) વાહન સ્કોપીયો કાર નં.૦૧ કી.રૂ.૧૫,૦૦૦,૦૦/-

(૧૧) રોકડ રૂપીયા ૧,૮૧,૫૦૦/-

(૧૨) મોબાઇલફોન નંગ.૦૬ કી.રૂ.૫૦,૦૦૦/-

jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

5 days ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

6 days ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

6 days ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

1 week ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

1 week ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

1 week ago