Surendranagar | ઝાલાવાડ પંથકમાં હાલમાં અનુભવાતી બેવડી ઋતુને (Double Season) કારણે આરોગ્યની સ્થિતિ કથળી રહી છે. વહેલી સવારે અને રાત્રે ઠંડી જ્યારે બપોરે આકરી ગરમીના કારણે વાયરલ ઇન્ફેક્શન (Viral Infection) ઝડપથી ફેલાઈ રહ્યું છે. શરદી, ઉધરસ અને તાવના કેસોમાં સતત વધારો થતા શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં (Hospitals) દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં દૈનિક ઓપીડી (OPD) નો આંકડો 500ને પાર કરી ગયો છે. શરદી-તાવની સાથે ઝાડા-ઉલટીના (Diarrhea and Vomiting) કેસો પણ સામે આવી રહ્યા છે. લગ્નગાળાની સિઝન હોવાથી બહારનો ખોરાક ખાવાને કારણે પણ લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું હોવાનું તબીબોનું માનવું છે.તબીબોની સલાહ હવામાનમાં આવતા અચાનક બદલાવને કારણે વાયરસ સક્રિય થયા છે. સિવિલ હોસ્પિટલના તબીબોએ (Doctors) જણાવ્યું છે કે હોસ્પિટલમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ લોકોએ ખોરાક અને પાણી બાબતે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. ઠંડા પીણાં અને વાસી ખોરાક ટાળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ (Appeal) કરવામાં આવી છે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…