સુરેન્દ્રનગરના ઐતિહાસિક ગણપતિ ફાટસર વિસ્તારમાં બિસ્માર રોડ-રસ્તા અને તૂટેલી ડ્રેનેજ લાઈનોને કારણે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મહાનગરપાલિકા બન્યા બાદ પણ આ વિસ્તારમાં વિકાસના કામો ન થતા રહીશોએ કમિશનરને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે.
પૌરાણિક ગણપતિ મંદિર પાસે ગટરના ગંદા પાણી રસ્તા પર ભરાતા દુર્ગંધ અને મચ્છરજન્ય રોગચાળાનો ભય ફેલાયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી.
નવા બનેલા રસ્તાઓ પણ ટૂંકા ગાળામાં તૂટી ગયા હોવાથી નબળું કામ કરનાર એજન્સી સામે પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં ડ્રેનેજ અને ભૂગર્ભ ગટરની સુવિધામાં સુધારો નહીં કરાય, તો આ વિસ્તારના લોકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…