Surendranagar

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું રૂ.15.24 કરોડનું પુરાંતવાળુ બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર

  • વર્તમાન બોડીની અંતિમ બજેટ બેઠક માત્ર બે મિનિટમાં આટોપાઇ
  • ડીડીઓની ગેરહાજરી ગેરહાજરી ચર્ચાનો વિષય
  • પ્રમુખ અને ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં રસ નહીં દાખવતા રોષ
  • 17મી માર્ચથી વહીવટી શાસન લાગુ થશે

સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ.૧૫.૨૪ કરોડનું પુરાંતલક્ષી બજેટ વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર થયું છે. વર્તમાન બોડીનું અંતિમ બજેટ બેઠક માત્ર બે મિનિટમાં આટોપાઇ લેવાઇ હતી. પ્રમુખ અને ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં રસ નહીં દાખવતા રોષ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૧૭મી માર્ચથી વહીવટી શાસન લાગુ થશે.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની વર્તમાન બોડીનું છેલ્લું બજેટ આજે વિપક્ષના હોબાળા અને વિવાદો વચ્ચે રજૂ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મીટિંગ હોલ ખાતે યોજાયેલી આ બેઠકમાં કોઈ પણ નવી કે આકર્ષક જોગવાઈઓ વગરનું અત્યંત નીરસ બજેટ રજૂ કરાયું હતું. નવાઈની વાત એ છે કે, લોકશાહી ઢબે ચર્ચા કરવાને બદલે માત્ર બે જ મિનિટમાં બજેટની તમામ પ્રક્રિયા પૂર્ણ જાહેર કરી દેવામાં આવી હતી.

આગામી ૧૭મી માર્ચના રોજ વર્તમાન સભ્યો અને ચેરમેનોની ટર્મ પૂર્ણ થઈ રહી હોવાથી હવે જિલ્લા પંચાયત પર વહીવટી શાસન અમલી બનશે, તે પૂર્વે રજૂ થયેલું આ બજેટ માત્ર ઔપચારિકતા બનીને રહી ગયું હતું.

બજેટ સત્ર દરમિયાન જિલ્લા પંચાયતના ૩૨ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામીણ વિકાસ તેમજ રોજગારી અંગે રજૂઆતો કરવા માંગતા હતા. જોકે, પ્રમુખ અને જવાબદાર ચેરમેનોએ સભ્યોના સૂચનો સાંભળવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. જિલ્લા વિકાસ અધિકારી (ડીડીઓ)ની ગેરહાજરીમાં રજૂ થયેલા આ બજેટ બાદ પ્રમુખ અને અધિકારીઓ મીડિયાના પ્રશ્નોથી બચવા માટે ભાગતા નજરે પડયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, અધિકારીઓ અને પદાધિકારીઓ માત્ર ચા-પાણી પીને છૂટા પડયા હોય તેવો ઘાટ સર્જાયો હતો. જિલ્લા પંચાયત અત્યારે ભાડાના મકાનમાં ચાલી રહી હોવા છતાં, તેના નવીનીકરણ કે કાયમી વ્યવસ્થા માટે બજેટમાં કોઈ નક્કર જોગવાઈ કરવામાં આવી નથી.

નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે રજૂ કરવામાં આવેલા આ અંદાજપત્રમાં કુલ રૂ.૧૫.૨૪ કરોડનું સ્વભંડોળ દર્શાવવામાં આવ્યું છે. જેમાં રૂ.૧૩ કરોડની સંભવિત આવક અને રૂ.૨.૨૪ કરોડની ઉઘડતી સિલકનો સમાવેશ થાય છે.

વિવિધ ક્ષેત્રો માટે કરાયેલી જોગવાઈઓ

ક્ષેત્ર ફાળવેલ રકમ (અંદાજિત)
સામાન્ય વહીવટ ૧.૮૭ કરોડ
મહેસૂલ ક્ષેત્ર ૬.૮૨ કરોડ
વિકાસ ક્ષેત્ર ૧.૬૪ કરોડ
બાંધકામ ક્ષેત્ર ૬૧ લાખ
સમાજ કલ્યાણ રૂ.૨૭ લાખ
શિક્ષણ અને આરોગ્ય રૂ.૩.૮૦ લાખ

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago