સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર મુસાફરી કરતા વાહનચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજસીતાપુર નજીક આવેલું રેલવે ફાટક આગામી 4 દિવસ સુધી રાત્રિના સમયે મેન્ટેનન્સની કામગીરીને પગલે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાટાઓના રિપેરિંગ અને અન્ય જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આ નિર્ણય લેવાયો છે.
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, તારીખ 8 એપ્રિલ થી 11 એપ્રિલ સુધી દરરોજ રાત્રે 09:00 વાગ્યાથી સવારે 06:00 વાગ્યા સુધી આ ફાટક બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન હાઈવે પરથી પસાર થતા વાહનોની અવરજવર અટકાવી દેવામાં આવશે.
ખાસ કરીને ધાંગધ્રા, હળવદ અને મોરબી તરફ જતા વાહનચાલકોએ રાત્રિ દરમિયાન અન્ય વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવો પડશે. દિવસે આ ફાટક રાબેતા મુજબ ચાલુ રહેશે, પરંતુ રાત્રિના સમયે કામગીરી ચાલતી હોવાથી રસ્તો બ્લોક રહેશે.
એન્જિનિયરિંગ વિભાગે સ્પષ્ટતા કરી છે કે રેલવે ટ્રેકની સુરક્ષા અને આધુનિકીકરણ માટે આ મેન્ટેનન્સ અનિવાર્ય છે. વાહનચાલકોને કોઈ અગવડ ન પડે અને લાંબો ધક્કો ન ખાવો પડે તે માટે અગાઉથી જ આ માહિતી જાહેર કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે મુસાફરો પોતાની મુસાફરીનું આયોજન આ સમયપત્રક મુજબ કરે અને તંત્રને સહકાર આપે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…