સુરેન્દ્રનગર શહેરના હાર્દ સમાન જવાહરચોક વિસ્તારમાં આવેલી એક જર્જરિત ઇમારત હાલ રાહદારીઓ અને વેપારીઓ માટે જોખમનું કારણ બની છે. ઉપકાર સાડીની સામેના ખાંચામાં આવેલી આ બિલ્ડિંગ એટલી હદે બિસ્માર હાલતમાં છે કે તે પત્તાના મહેલની જેમ ગમે ત્યારે તૂટી પડે તેમ છે. આ માર્ગ પરથી દરરોજ 1000થી વધુ લોકો પસાર થાય છે, જેમના જીવ પર સતત જોખમ તોળાઈ રહ્યું છે.
સ્થાનિક રહીશ રેખાબેન અને અન્ય વેપારીઓના જણાવ્યા અનુસાર, તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલ ઉનાળાની સિઝન છે, પરંતુ ચોમાસામાં વરસાદી પવનના કારણે આ ઇમારત ધરાશાયી થવાની પૂરેપૂરી શક્યતા છે. જો આ બિલ્ડિંગ સમયસર ઉતારી લેવામાં નહીં આવે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. સ્થાનિકોની માંગ છે કે સુરેન્દ્રનગર નગરપાલિકા તાત્કાલિક સર્વે કરી, માલિકને નોટિસ ફટકારે અને આ જોખમી બાંધકામ દૂર કરે. તંત્રની નિષ્ફળતાને કારણે હાલ આ વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…