Surendranagar | સુરેન્દ્રનગર કલેકટર કચેરી પાસે જૂના સરકારી ક્વાર્ટર્સ અને જર્જરિત કચેરીઓ તોડી પાડવાની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ધોબી સોસાયટી નજીક જ્યારે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા બિલ્ડીંગ તોડવામાં આવી રહી છે.
દરમિયાન શનિવારના રોજ બિલ્ડીંગનો ઉપરનો ભાગ બાજુમાં આવેલી સોસાયટી તરફ નમી પડયો હતો. આ ઘટનાને કારણે સોસાયટીના માર્ગો બ્લોક થઈ ગયા હતા અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા.બિલ્ડીંગનો કાટમાળ વીજ થાંભલાઓ પર પડતા સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. દુર્ઘટના સમયે એક વાહનચાલક નીચે દટાયો હતો, જેને સ્થાનિકોએ સહીસલામત બહાર કાઢતા મોટી જાનહાનિ ટળી હતી. ઘટના બાદ પીજીવીસીએલ અને આરએમબી વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. કોન્ટ્રાક્ટ એજન્સીના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વીજ પુરવઠો યથાવત કરવાની કામગીરી હાથ ધરી હતી.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…