Bhogavo River Mining | સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી ભોગાવો નદીના પટમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ રીતે ગેરકાયદેસર રેતી ચોરી ચલાવવામાં આવી રહી છે. વઢવાણ, જોરાવરનગર અને સુરેન્દ્રનગર શહેરની મધ્યમાંથી વહેતી નદીમાં દિનદાહાડે ખોદકામ કરી રેતીની ચોરી કરવામાં આવી રહી છે, છતાં ખાણ ખનીજ વિભાગ, પોલીસ અને વહીવટી તંત્ર આ ગેરકાયદે પ્રવૃત્તિ અટકાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યા છે.
સ્થાનિક સંગ્રહખોરો દ્વારા ભોગાવો નદીના ભરેલા પાણીમાં ટ્રેક્ટરો ઉતારીને ગેરકાયદે રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે. વઢવાણથી સુરેન્દ્રનગર વચ્ચેના નદીના પટમાં દરરોજ 20 થી પણ વધુ ટ્રેક્ટરો મારફતે રેતી ભરીને ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી માફિયાઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ગ્રામીણ વિસ્તારોમાં રેતી ચોરી પર કડકાઈ થતાં રેતીના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે હવે શહેરી વિસ્તારની નદીને લક્ષ્યાંક બનાવવામાં આવી છે. દરરોજ આ જ માર્ગ પરથી અધિકારીઓ પસાર થતા હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં તંત્રની ભૂમિકા સામે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ તાત્કાલિક દરોડા પાડી ખનીજ ચોરી અટકાવવા માંગ કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…