Limbdi Gambling Raid | લીંબડી શહેરના ચોરાપા વિસ્તારમાં પોલીસે એક રહેણાક મકાનમાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડી મોટો પર્દાફાશ કર્યો છે.
ચોક્કસ બાતમીના આધારે લીંબડી પોલીસે પાડેલા દરોડામાં ગુડદી પાસા વડે રોકડની હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી ચંદુભાઈ હરીભાઈ દાદરેસા પોતાના મકાનમાં જુગાર રમાડતો હતો અને દર કલાકે Rs 1,000 નાળ તરીકે ઉઘરાવતો હતો.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 7 મોબાઈલ ફોન, ગુડદી પાસા અને પ્લાસ્ટિકની લાકડીઓ સહિત કુલ Rs 42,540 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં (1) ચંદુ હરીભાઈ દાદરેસા (2) સંજય ગોવીંદભાઈ ધોળકીયા (3) સતાર ઇબ્રાહીમભાઈ સોલંકી (4) સચીન ચંદુભાઈ દાદરેસા (5) ઇશાન અલ્તાફભાઈ સૈયદ (6) રાજેન્દ્રગીરી ભગવાનગીરી ગોસ્વામી (7) રાજેન્દ્ર અશોકભાઈ ઝાલાનો સમાવેશ થાય છે.
પોલીસે તમામ વિરુદ્ધ ગુજરાત જુગારધારા કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…