Gambling Raid | સુરેન્દ્રનગરના જોરાવરનગર વિસ્તારમાં આવેલા સુભાષ રોડ પર ચીકા ભગતની જગ્યા નજીક જાહેરમાં ચાલતા જુગારધામ પર સ્થાનિક ગુના શોધક શાખા (LCB) ની ટીમે દરોડો પાડ્યો હતો.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કરાર આધારિત કર્મચારી સહિત કુલ 9 શખ્સો જાહેરમાં જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી (1) વિજય કલોતરા, (2) રામદેવસિંહ ગોહિલ, (3) રાહુલ પાનેસરા, (4) અકરમ મમાણી, (5) કોડીદાસ વાઘેલા, (6) આશિષ ઉધરેજીયા, (7) ફિરોજ કારવા, (8) મયુરસિંહ ઝાલા (9) હરેશ સુમળની ધરપકડ કરી છે.
પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી રૂ. 85,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતા વચ્ચે LCB ના આ દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી ગઈ છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…