Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સાયલાના ઓવગઢમાં મધ્યાહન ભોજનમાં ગેરરીતિના આક્ષેપ: ગ્રામજનોએ મામલતદારને કરી રજૂઆત

user 2 23 March 2026
સાયલાના ઓવગઢમાં મધ્યાહન ભોજનમાં ગેરરીતિના આક્ષેપ: ગ્રામજનોએ મામલતદારને કરી રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઓવગઢ ગામે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનાને લઈને મોટો વિવાદ છેડાયો છે. ઓવગઢ ગામના લોકો અને શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના સભ્યોએ એકત્ર થઈ મામલતદારને લેખિત રજૂઆત કરી છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે હાલના મધ્યાહન ભોજન સંચાલક અત્યંત અનિયમિત છે અને બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે. આ ઉપરાંત, ભોજનના પુરવઠામાં ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Group

રજૂઆતમાં જણાવ્યા મુજબ, અગાઉ આ કામગીરી સ્થાનિક સંચાલક સંભાળતા હતા, પરંતુ તેમનો હુકમ રદ કરી મોટા ભડલા ગામના નવા સંચાલકની નિમણૂક કરવામાં આવી છે. નવા સંચાલકની નિમણૂક પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે અગાઉના સંચાલકની કલેક્ટર કચેરીમાં અપીલની 60 દિવસની મર્યાદા પૂર્ણ થાય તે પહેલા જ ઉતાવળે નવી નિમણૂક કરી દેવામાં આવી હતી.

ગ્રામજનો અને SMC સભ્યોએ માંગ કરી છે કે હાલના ભ્રષ્ટ સંચાલકને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે અને ગામના જ લાયક ભૂતપૂર્વ સંચાલકને ફરીથી તક આપવામાં આવે જેથી બાળકોને શુદ્ધ અને સમયસર ભોજન મળી રહે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દસાડાના ધારાસભ્ય અને અગરિયાએ મુખ્યમંત્રીને વાવાઝોડાથી થયેલ નુકસાનના વળતર માટે માંગ કરી
Next: લીંબડીની દીકરીને સુરતમાં સાસરિયાઓએ ત્રાસ ગુજારી દાગીના અને રોકડ પડાવી કાઢી મૂકી

Related News

SURE LCB N

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

User 3 11 May 2026
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026
સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 30 March 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add