Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સાયલાના દિવ્યાંગ યુવાને બંને હાથ ગુમાવ્યા હોવા છતાં STI પરીક્ષામાં ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો

user 2 25 February 2026
સાયલાના દિવ્યાંગ યુવાને બંને હાથ ગુમાવ્યા હોવા છતાં STI પરીક્ષામાં ગુજરાતમાં બીજો નંબર મેળવ્યો

સાયલા : કહેવાય છે કે જો મનમાં અડગ વિશ્વાસ અને મહેનત કરવાની તૈયારી હોય તો શારીરિક લાચારી પણ સફળતાના આડે આવતી નથી. આવું જ કંઈક કરી બતાવ્યું છે સાયલા તાલુકાના છેવાડાના નોલી ગામના રબારી પરિવારના પુત્ર ‘બિજલ લોહ’એ. બિજલે તાજેતરમાં જાહેર થયેલા સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટર (એસટીઆઇ)ના પરિણામમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને એક નવો ઇતિહાસ રચ્યો છે.

બિજલની આ સફર સંઘર્ષોેથી ભરેલી રહી છે. વર્ષ ૨૦૦૮માં જ્યારે તે માત્ર છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો, ત્યારે એક શોર્ટ સકટની ઘટનામાં તેણે પોતાના બંને હાથ ગુમાવ્યા હતા. પિતા બકરીઓ ચરાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા, છતાં બિજલે હિંમત હારી નહીં. તેણે ધોરણ ૧૨ કોમર્સમાં ૭૮.૯૩ ટકા મેળવ્યા બાદ અમદાવાદમાં બી.કોમ અને એમ.કોમ પૂર્ણ કર્યું અને હાલમાં પીએચડીનો અભ્યાસ કરી રહ્યો છે. વર્ષ ૨૦૨૩માં જૂનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી હાલ તે બોટાદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવી રહ્યો છે.

Join Our WhatsApp Group

પોતાની સફળતાનો શ્રેય આપતા બિજલે જણાવ્યું હતું કે, રાયસણ સ્થિત લીંબોજ ધામ અને વાળીનાથ ભગવાનની સંસ્થા દ્વારા મળેલા માર્ગદર્શન અને આશીર્વાદથી તેને સરકારી નોકરીની તૈયારીમાં ખૂબ મદદ મળી હતી. મુશ્કેલ પરિસ્થિતિ હોવા છતાં તેણે હિંમત અને મહેનત છોડી નહીં, જેનું પરિણામ આજે એસ.ટી.આઈ.ની પરીક્ષામાં મળ્યું છે. બિજલની આ સિદ્ધિ આજના યુવાનો માટે એક મોટો સંદેશ છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય તો ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ સફળતાના શિખરો સર કરી શકાય છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પ્રજાપતિ સમાજનું ગૌરવ: ઉદ્યોગપતિ નરેશભાઈ પ્રજાપતિએ 11 વર્ષમાં 900થી વધુ દીકરીઓને ભેટમાં ફ્રિજ આપ્યું
Next: ધ્રાંગધ્રા પોલીસનો સપાટો: રાજપર ગામની સીમમાંથી વિદેશી દારૂની 238 બોટલો સાથે એક શખ્સની ધરપકડ

Related News

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026
સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 30 March 2026
સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

user 2 25 March 2026

Recent Post

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન image (14)

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

17 April 2026
સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ image (18)

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

16 April 2026
ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો image (16)

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

16 April 2026
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત image (17)

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

16 April 2026
સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત image (13)

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

16 April 2026
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ surendranagar-local-body-election-bjp-unopposed-candidates

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

13 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add