સુરેન્દ્રનગર (Surendranagar)ના રતનપર (Ratanpar) વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ચોરી અને અસામાજિક તત્વોનો ઉપદ્રવ ચિંતાજનક રીતે વધી ગયો છે.
રતનપરમાં ધોળા દિવસે ઘરની બહાર પડેલી ઈંટો, માટલાં અને ગોદડાં જેવી ચીજવસ્તુઓની ચોરી થતાં કંટાળેલી સ્થાનિક મહિલાઓ ન્યાયની માગ સાથે પોલીસ સ્ટેશન (Police Station) ખાતે પહોંચી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, અજાણ્યા શખ્સો આ વિસ્તારમાં આવીને રખડતા શ્વાનો પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલા કરે છે. જ્યારે રહીશો આ લુખ્ખાગીરી સામે અવાજ ઉઠાવે છે, ત્યારે અસામાજિક તત્વો ધમકીઓ આપે છે.
આ ઉપદ્રવ પાછળનું મુખ્ય કારણ શેરી નંબર 19 ની પાછળ ચાલતું દેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ (Illegal Liquor Sales) હોવાનું સામે આવ્યું છે. મહિલાઓએ દારૂના અડ્ડા બંધ કરાવવા અને વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગ (Police Patrolling) વધારવા કડક માગણી કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…