Cambridge School Students Excel in Table Tennis Competition Rishan First and Vansh Third
ધ્રાંગધ્રા ખાતે આયોજિત SGFI જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ (Table Tennis) સ્પર્ધામાં સુરેન્દ્રનગરની કેમ્બ્રિજ સ્કૂલ ઓફ એક્સેલન્સના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળાનું નામ રોશન કર્યું છે.
આ રમતગમત સ્પર્ધામાં રિશાન ભટ્ટે (Rishan Bhatt) સમગ્ર જિલ્લામાં 1st સ્થાન અને વંશ પરમારે (Vansh Parmar) 3rd સ્થાન મેળવ્યું છે. આ શાનદાર સફળતા સાથે બંને ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
આ બંને ઉત્સાહી વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી SGFI અને ખેલ મહાકુંભ (Khel Mahakumbh) માં સતત ઉત્કૃષ્ટ દેખાવ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, ખેલાડી રિશાન ભટ્ટ GSTTA ની રાજ્ય રેન્કિંગ (State Ranking) માં અંડર-19 (Under-19) માં 22nd અને મેન્સ ઓપન (Mens Open) માં 39th ક્રમ ધરાવે છે. વિદ્યાર્થીઓની આ વિશેષ સિદ્ધિ બદલ શાળા પરિવાર, આચાર્ય અને શિક્ષકોએ બંને ખેલાડીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.
Cambridge school of excellence Students Shine in District Table Tennis Event
Students of Cambridge school of excellence, Surendranagar, have brought laurels to their institution by delivering an outstanding performance at the SGFI District Level Table Tennis Tournament held in Dhrangadhra.
In this competitive event, Rishan Bhatt secured 1st position across the district, while Vansh Parmar achieved 3rd place. Following this impressive victory, both players will now represent Surendranagar district at the state level (State Level) tournament.
Both young athletes have been consistently performing exceptionally well in SGFI and Khel Mahakumbh events for the last 3 years. Notably, player Rishan Bhatt holds the 22nd rank in the Under-19 category and the 39th rank in the Mens Open division in the GSTTA state rankings.
The school management, principal, and teaching staff extended their heartiest congratulations and best wishes to both students for their remarkable achievements.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…