Har Ghar Tiranga | સ્વાતંત્ર્ય પર્વ (Independence Day)ની ઉજવણીના ભાગરૂપે “હર ઘર તિરંગા” (“Har Ghar Tiranga”) અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગરના મુળી (Muli) ખાતે એક વિશાળ અને ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તિરંગા યાત્રા (Tiranga Yatra) માં મુળી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી 1000 થી વધુ દેશપ્રેમી નાગરિકો ખૂબ જ ઉત્સાહભેર જોડાયા હતા.
યાત્રા દરમિયાન સમગ્ર મૂળી શહેર “ભારત માતા કી જય” અને “વંદે માતરમ્” ના દેશભક્તિના નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું. આ ખાસ પ્રસંગે જીલ્લા ભાજપ પ્રમુખ (District BJP President) હાર્દિકભાઈ ટમાલીયા(Hardik Tamaliya) , સ્થાનિક સાધુ-સંતો તેમજ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોએ હાથમાં રાષ્ટ્રધ્વજ (National Flag) લહેરાવીને દેશભક્તિની અનોખી ભાવના વ્યક્ત કરી હતી. આ સફળ તિરંગા યાત્રાએ લોકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યેનું સન્માન અને રાષ્ટ્રીય એકતાનો પ્રેરણાદાયી સંદેશ વહેતો કર્યો હતો.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…