Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માંગ સાથે સુરેન્દ્રનગર માં આવેદનપત્ર

jeet 17 October 2025
Untitled design_20251017_144837_0000
પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માંગ સાથે સુરેન્દ્રનગર માં આવેદનપત્ર

મૈત્રી કરાર રદ કરો.જેતે વિસ્તારમાજ લગ્ન થવા જોઈએ પ્રેમ લગ્નમા 10 લાખની એફડી ફરજિયાત સહીતની માંગ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણના સર્વ સમાજ વતી ધોળકીયા મનિષ કનૈયાલાલના નેતૃત્વમાં કલેક્ટર કચેરી, સુરેન્દ્રનગર ખાતે કલેક્ટરને પ્રેમ લગ્ન સંબંધિત કાયદાઓ અને મૈત્રી કરારના નિયમોમાં તાત્કાલિક સુધારો કરવાની માંગણી સાથે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Group

આવેદનપત્રમાં જણાવાયું હતું કે હાલ અમલમાં રહેલા પ્રેમ લગ્ન કાયદા અને મૈત્રી કરાર સંબંધિત નિયમોમાં અનેક ખામીઓ છે, જેના કારણે સમાજમાં અવ્યવસ્થા, અસંતોષ અને કુટુંબ વ્યવસ્થામાં ભંગાણ સર્જાઈ રહ્યું છે. ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને કૌટુંબિક મૂલ્યોની રક્ષા માટે કાયદાઓમાં તાત્કાલિક સુધારા અનિવાર્ય છે.સર્વ સમાજની મુખ્ય માંગણીઓને ધ્યાને લઇ સર્વ સમાજ વતી આવેદનપત્રમાં માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં પ્રેમ લગ્ન કાયદામાં તાત્કાલિક સુધારો કરવામાં આવે.મૈત્રી કરાર કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે. લગ્ન માટે ૩૦ વર્ષની વય સુધી છોકરા-છોકરીઓએ માતા-પિતાની ફરજીયાત સંમતિ લેવી અનિવાર્ય કરવામાં આવે. પ્રેમ લગ્નની નોંધણી છોકરી જે વિસ્તારમાં રહેતી હોય તે વિસ્તારની કોર્ટમાં જ કરવામાં આવે. સાક્ષીઓની ઉંમર ૪૦ વર્ષ સુધીની રાખવામાં આવે. પ્રેમ લગ્ન કરનાર યુગલ પાસે રૂ. ૧૦ લાખની એફ.ડી. ફરજીયાત કરાવવામાં આવે. પ્રેમ લગ્ન કરનાર વ્યકિતએ પોતાના માતા-પિતાની સંપત્તિ ઉપરથી કાયદેસર રીતે બેદખલ થવું જોઈએ.

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ માંગણીઓ અવગણવામાં આવશે તો ભવિષ્યમાં ગાંધીનગર ખાતે સર્વ સમાજના આગેવાનોની વિશાળ સભા દ્વારા ઉગ્ર રજૂઆત કરવાની ચીમકી ધોળકીયા મનિષ કનૈયાલાલે આપી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને શુભેચ્છાઓ સાથે કપડા વિતરણ કરાયા
Next: આપના નેતા ઇશુદાન લાઇવમા ભુલ્યા ભાન સુરેન્દ્રનગરના વ્યક્તિ સાથે અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add