Patdi

પાટડીના ઝેઝરીમાં ખેતરમાં કડબની આડશમાંથી ₹8.63 લાખનો વિદેશી દારૂ

Dasada-Patdi News | સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઝેઝરી ગામની સીમમાં બજાણા પોલીસે (Bajana Police) મોટી કાર્યવાહી કરી છે. ખેતરમાં છુપાવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે, પોલીસ દરોડા (Raid) દરમિયાન બંને બુટલેગરો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા.

બજાણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI એ.કે. વાઘેલા અને તેમની ટીમને પેટ્રોલિંગ (Patrolling) દરમિયાન સચોટ બાતમી મળી હતી કે, ઝેઝરીથી અંકેવાડિયા જવાના માર્ગ પર આવેલા મયુરખાન મલેકના ખેતરમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. પોલીસે ખેતરમાં તપાસ કરતા કડબની આડશ નીચે છુપાવેલી કુલ 1344 નંગ નાની-મોટી દારૂની બોટલો અને બિયરના ટીન (કિંમત: ₹8,63,184) મળી આવ્યા હતા.

આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા ઝેઝરી ગામના મયુરખાન મહમદખાન મલેક અને પીપળી ગામના બિસ્મીલ્લાખાન ઉર્ફે બિસુ દિલાવરખાન મલેક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન બંને આરોપીઓ હાજર ન મળતા તેમને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ હવે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago