Surendranagar

સુરેન્દ્રનગરમાં આદિનાથ ડેવલોપર્સે બુકિંગના નામે કરોડો ઉઘારાવી છેતરપિંડી કર્યાનો આક્ષેપ

Surendranagar Builder Fraud | સુરેન્દ્રનગરના દૂધરેજ વિસ્તારમાં આદિનાથ ડેવલોપર્સ દ્વારા ‘શક્તિ શુક્ર એપાર્ટમેન્ટ’ નામની સ્કીમમાં ફ્લેટ અપાવવાના બહાને સેંકડો લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડર દ્વારા ૭૫૦ જેટલા ફ્લેટ બનાવવાની લોભામણી જાહેરાતો આપી લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ, પાંચ વર્ષના લાંબા સમયગાળામાં માત્ર ૨૬ લોકોને જ ફ્લેટ સોંપવામાં આવ્યા છે. જેમને ફ્લેટ મળ્યા છે તેઓ પણ પાયાની સુવિધાઓ વગર નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.

સ્થાનિક રહીશોએ સુરેન્દ્રનગર નગરપાલિકામાં કરેલી રજૂઆત મુજબ, આ એપાર્ટમેન્ટ પાસે ન તો બાંધકામની પરમિશન છે, ન તો ફાયર સેફ્ટીની કોઈ સુવિધા. ફ્લેટ ધારકોએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડરે ડ્રેનેજ કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરી નથી. પીવાના પાણી માટે લોકોએ બાજુમાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી ચોરી કરીને લાવવું પડે છે. ડ્રેનેજ લાઈનના અભાવે ગંદુ પાણી રસ્તાઓ પર ભરાઈ રહ્યું છે, જેના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે.

ઘણા પરિવારોએ પોતાની જીવનભરની મૂડી અથવા બેંક લોન લઈને અહીં બુકિંગ કરાવ્યું હતું, પરંતુ આજે તેમની પાસે ન તો ફ્લેટ છે ન તો રકમ પાછી મળી રહી છે. રોષે ભરાયેલા રહીશોએ નગરપાલિકા પાસે માંગ કરી છે કે, બાંધકામ પરમિશન અને સેફ્ટીના નિયમોના અભાવે આ તમામ ફ્લેટોને તાત્કાલિક સીલ કરવામાં આવે અને છેતરપિંડી કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાનૂની પગલાં ભરી ન્યાય અપાવવામાં આવે. તંત્ર દ્વારા આ મામલે કેવા પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago