Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

surendranagarupdate1@gmail.com 2 March 2026
Varnindradham Mangal Mahotsav

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ “મંગલ મહોત્સવ” નો ભક્તિસભર માહોલમાં આરંભ થયો છે. મંગળ ચોઘડિયામાં શરૂ થયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો ઉમટી પડ્યા હતા. ઉત્સવના પ્રારંભે શ્રી વર્ણીપ્રભુનો 500 લિટર દૂધ, વિવિધ ઔષધિઓ, ફળોના રસ, ચંદન અને સુગંધિત રંગો વડે દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો, જે ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

મંદિરમાં સવારની શણગાર આરતી બાદ ભગવાન સમક્ષ 1500 કિલો શાકભાજી અને તાજા ફળોની મનોહર હાટડી (અન્નકૂટ) ભરવામાં આવી હતી. મુખ્ય મંદિરમાં જનમંગલ સ્ત્રોતના ગાન સાથે પૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ ઉપરાંત, મંદિરના પ્રાંગણમાં શ્રી ગોપાળાનંદ સ્વામી રચિત “બીજ મંત્ર યાગ” અને શ્રી શિક્ષાપત્રી “જળાભિષેક યાગ”નો પણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પ્રારંભ થયો હતો. યાગની પૂર્ણાહુતિ બાદ સંતો અને ભક્તો દ્વારા આહુતિ આપવામાં આવી હતી.

Join Our WhatsApp Group
 
View this post on Instagram
 

A post shared by Varnindradham (@varnindradham)

આ પ્રસંગે એક ભવ્ય નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી ધર્મવલ્લભદાસ સ્વામી સહિતના સંતો અને હજારો હરિભક્તો જોડાયા હતા. બેન્ડવાજા, ઢોલ-નગારા અને છત્ર-ચામર સાથે નીકળેલી આ યાત્રાથી સમગ્ર પાટડી પંથક ભક્તિમય બની ગયો હતો. અંતમાં મહા નિરાજન આરતી યોજાઈ હતી, જેમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Varnindradham (વર્ણીન્દ્રધામ)

Post navigation

Previous: વઢવાણ તાલુકાના 5 ગામમાં માલઢોર માટે પાણીની ગંભીર સમસ્યા
Next: સાયલાઃ સેજકપરમાં રસ્તે ચાલવા મુદ્દે યુવક ઉપર કુહાડી-પાઇપ વડે હુમલો

Related News

jainabad highway chakka jam

ખેતરોમાં વીજપોલ ઊભા કરવાના વિરોધમાં જૈનાબાદ-બહુચરાજી હાઈવે ચક્કાજામ, ખેડૂતો અને કૉંગ્રેસ નેતાઓની ધરપકડ

surendranagarupdate1@gmail.com 30 June 2026
dasada-lake-illegal-soil-mineral-theft-surendranagar

દસાડાના તળાવમાંથી બેફામ માટીની ખનીજ ચોરી: ખાણ ખનીજ વિભાગ ઘોર નિંદ્રામાં

surendranagarupdate1@gmail.com 28 June 2026
Vanod GIDC Visit

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરની વણોદ GIDCની મુલાકાત: 2017થી ઉદ્યોગો વગર સૂની પડેલી GIDC શરૂ કરવા આપ્યા કડક આદેશ

surendranagarupdate1@gmail.com 24 June 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add