સુરેન્દ્રનગર જિલ્લાના આઈ.સી.ડી.એસ. (ICDS) પ્રોગ્રામ ઓફિસર ઇરાબેન ચૌહાણ દ્વારા પાટડી ઘટકની આંગણવાડીઓની અચાનક મુલાકાત લેવામાં આવતા સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત યોજાયેલી આ મુલાકાત દરમિયાન પાટડી-1 અને પાટડી-2 ઘટકના બાળ વિકાસ યોજના અધિકારીઓ પણ સાથે રહ્યા હતા. નવા આવેલા પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડીઓમાં ચાલતી કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી અને ક્ષેત્રીય કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મુલાકાત દરમિયાન પ્રોગ્રામ ઓફિસરે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સાથે સીધો સંવાદ કર્યો હતો. તેમણે તમામ લાભાર્થીઓને 100 ટકા પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં આવરી લેવા અને ડેટા સમયસર અપડેટ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી.
આ સાથે જ 6 માસથી 6 વર્ષના બાળકોને નિયમિતપણે ઉચ્ચ ગુણવત્તાયુક્ત પૌષ્ટિક આહાર અને પૂરક પોષણ મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. બાળકોના સર્વાંગી વિકાસ માટે આહારની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા તાકીદ કરાઈ હતી.
શિક્ષણના સ્તરને સુધારવા માટે બાળકોને અસરકારક રીતે અનૌપચારિક શાળા પૂર્વ શિક્ષણ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રોગ્રામ ઓફિસર દ્વારા સમગ્ર સ્ટાફની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા સૂચના આપી હતી. આ ઓચિંતા ચેકિંગને પગલે આંગણવાડી કેન્દ્રોમાં કામગીરી વધુ વેગવંતી બનશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…