Neelkanth Primary School | સુરેન્દ્રનગર નજીક આવેલા રતનપર સ્થિત નીલકંઠ પ્રાઇમરી સ્કૂલ ખાતે પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ સોમવારના પાવન અવસરે એક વિશેષ અને ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શાળા પરિવાર દ્વારા શ્રાવણી સોમવારની ઉજવણીના ભાગરૂપે ભારતના પ્રખ્યાત ૧૨ જ્યોતિર્લિંગના અદ્ભુત અને ભવ્ય દર્શન કાર્યક્રમનું સફળ આયોજન કરાયું હતું.
આ નિમિત્તે શાળા પરિસરમાં તૈયાર કરવામાં આવેલા વિશેષ શિવલિંગ અને ૧૨ જ્યોતિર્લિંગની પ્રતિકૃતિઓના દર્શન કરીને સમગ્ર વાતાવરણ «ઓમ નમઃ શિવાય» ના નાદથી શિવમય બની ગયું હતું.
આ ધાર્મિક મહોત્સવમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપીને દર્શનનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી.
શાળા સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બાળપણથી જ બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક મુલ્યો અને આધ્યત્મિકતાના સંસ્કારોનું સિંચન થાય તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનાર્થે આવેલા તમામ વાલીઓ અને ગ્રામજનોએ શાળાના આ સુંદર પ્રયાસને બિરદાવ્યો હતો.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…