Surendranagar News | સુરેન્દ્રનગર શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલી ફિરદોષ સોસાયટી પાસે લારી રાખવા જેવી નજીવી બાબતે મારામારીની ઘટના સામે આવી છે. તહેવારના સમયે જ સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા તત્વોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો છે.
મળતી માહિતી મુજબ, લારીધારક મહેશ કાબા, ભારતીબેન અને મીઠીબેન નામની મહિલાઓ દ્વારા સચિન શિવાભાઈ ઠાકોર નામના યુવક પર ધારિયું, છરી, ધોકા અને પાઇપ (pipe) જેવા શસ્ત્રોથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં સચિન ઠાકોરને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ (Civil Hospital Surendranagar) લઈ જવાયો હતો, પરંતુ હાલત વધુ નાજુક જણાતાં વધુ સારવાર અર્થે રાજકોટ (Rajkot) રિફર કરવામાં આવ્યો છે.
એક તરફ પોલીસ (police) લોકમેળાની સુરક્ષા વ્યવસ્થામાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ આ પ્રકારની ઘટના બનતાં પોલીસ કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. આ અંગે સીટી પોલીસે વધુ તપાસ (investigation) હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…