સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં સ્થિત વિશ્વપ્રસિદ્ધ તરણેતર ખાતે આગામી 14 થી 17 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે.
આ મેળામાં દેશ-વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની આરોગ્ય સુરક્ષા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે.
મેળા દરમિયાન કોઈપણ સ્વાસ્થ્ય સબંધી કટોકટી કે ઈમરજન્સીને પહોંચી વળવા માટે 105 જેટલા આરોગ્ય કર્મચારીઓનો કાફલો 24 કલાક સતત ફરજ પર તૈનાત રહેશે, જેથી મુલાકાતીઓને તાત્કાલિક તબીબી સારવાર મળી રહે.
મેળાના સ્થળે આવતા દર્દીઓને સ્થળ પર જ ત્વરિત અને પ્રાથમિક સારવાર મળે તે માટે 4 મુખ્ય સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેજ પાસે, બસ સ્ટેશન ટાંકા પાસે (થાન રોડ) અને સરા રોડ પરના કેન્દ્રો 24 કલાક કાર્યરત રહેશે, જ્યારે રમતગમતના મેદાન ખાતેનું કેન્દ્ર સવારે 8:00 થી રાત્રે 8:00 વાગ્યા સુધી સેવા આપશે.
આ ઉપરાંત કોઈપણ ગંભીર સ્થિતિને પહોંચી વળવા તરણેતર ખાતે ખાસ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે અને 4 એમ્બ્યુલન્સ તથા 108 સેવાઓ પણ સતત ઉપલબ્ધ રહેશે.
આ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાને સુચારૂ રૂપે ચલાવવા માટે 25 મેડિકલ ઓફિસર, 7 મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર, 34 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 27 ફીમેલ હેલ્થ વર્કર, 5 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અને 7 ફાર્માસિસ્ટ સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે.
મેળા સ્થળ સિવાય આસપાસના 4 સામૂહિક અને 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા અને ક્લોરીનેશન ટેસ્ટિંગ માટે 2 ખાસ ટીમો કાર્યરત રહેશે, જ્યારે સમગ્ર કામગીરીનું જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…