World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026’ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ વર્ષની વૈશ્વિક થીમ “Empowering Pharmacists for Healthier Futures” હેઠળ વિદ્યાર્થીઓમાં આરોગ્ય જાગૃતિ અને વ્યાવસાયિક જ્ઞાન વધારવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
દીપ પ્રાગટ્ય બાદ વક્તાઓએ દવાની સલામતી અને એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જેવા મહત્વના વિષયો પર વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉજવણી અંતર્ગત વિદ્યાર્થીઓ માટે પોસ્ટર પ્રેઝન્ટેશન, સ્લોગન રાઇટિંગ, જાગૃતિ રેલી, ક્વિઝ અને નિબંધ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ યોજાઈ હતી.
યુનિવર્સિટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને ક્લિનિકલ ફાર્મસી અને નવીન ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના અંતે વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…
Seva Setu Camp | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જીનતાન રોડ સ્થિત ઉત્તર ઝોન કચેરી ખાતે જનકલ્યાણકારી…