ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના સમારોહમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને વિવિધ વિકાસ કાર્યો માટે ૫૫ કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે શહેરોમાં સ્વચ્છતા અને રસ્તાના કામોની ગુણવત્તા બાબતે વહીવટી તંત્રને કડક ચેતવણી આપી છે. સુરેન્દ્રનગરના હોદ્દેદારો અને અધિકારીઓએ આ કાર્યક્રમમાં હાજર રહીને શહેરના વિકાસ માટે ફાળવાયેલી આ ગ્રાન્ટનો ચેક સ્વીકાર્યો હતો.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ચેક અર્પણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યભરની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે કુલ 3,850 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિતરણ કરવામાં આવી હતી જેના ભાગરૂપે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને પણ વિકાસના કામો અર્થે 55 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
આ ગ્રાન્ટની રકમમાંથી સુરેન્દ્રનગર શહેરમાં નાગરિકોની સુવિધા માટેના વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવશે જેમાં ખાસ કરીને પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, રસ્તાઓ અને અન્ય આંતર માળખાકીય સવલતોનો સમાવેશ થાય છે.
આ સમારોહમાં મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદ્દેદારો અને વહીવટી અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે શહેરોમાં સ્વચ્છતાના મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં.
જો શહેરી વિસ્તારોમાં યોગ્ય રીતે સ્વચ્છતા નહીં જળવાય તો ભવિષ્યમાં ગ્રાન્ટ અટકાવી દેવા સુધીનાં પગલાં લેવામાં આવશે તેવી આકરી ચેતવણી તેમણે ઉચ્ચારી હતી.
ચોમાસામાં રસ્તાઓના ધોવાણ અને ખરાબ હાલત અંગે પણ ટકોર કરતા તેમણે જણાવ્યું હતું કે કામોની ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવાશે નહીં અને કમિશનરથી લઈને ચીફ ઓફિસર સુધીના તમામ અધિકારીઓએ જાતે સાઈટ વિઝિટ કરી ચાલી રહેલા વિકાસ કાર્યોની સીધી દેખરેખ રાખવી પડશે.
આ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સાથે નાણામંત્રી અને કૃષિ મંત્રી સહિત રાજ્ય સરકારના અન્ય પ્રધાનો અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસને વેગ આપવા માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં રૂ. ૩,૮૫૦ કરોડની વિકાસ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા. pic.twitter.com/iiErJ8yd5z
— Jagdish Makwana (@JagdishMakwana_) August 11, 2026
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વતી વિકાસ કાર્યો માટેનો આ ગ્રાન્ટનો ચેક સ્વીકારવા માટે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશ મકવાણા, મનપા કમિશનર જે. કે. જાદવ, મેયર રાકેશકુમાર રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિખીલભાઇ ચાંપાનેરી સહિતની ટીમ હાજર રહી હતી.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…