Muli

ખાટડી ગામની સીમમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | મુળી પોલીસ (Muli Police) ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં હાથ ધરાયેલા પેટ્રોલીંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ખાટડી ગામની સીમમાં વાડીના શેઢે દરોડો પાડવામાં આવ્યો હતો.

આ કાર્યવાહી દરમિયાન જાહેરમાં જુગાર રમતા ખાટડી ગામના જ 5 શખ્સો જયંતિભાઈ ઉર્ફે સુરેશભાઈ પીપળીયા, પ્રવિણભાઈ દેત્રોજા, પ્રદિપભાઈ ચૌહાણ, ચમનભાઈ સોડમીયા અને વાસુદેવભાઈ ઘુસડીયાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

પોલીસે ઘટનાસ્થળેથી રોકડ રૂ. 55,600, રૂ. 50,000ની કિંમતના 6 મોબાઈલ ફોન અને રૂ. 1.10 લાખની કિંમતના 5 બાઈક મળી કુલ રૂ. 2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

2 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

2 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

2 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

2 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

2 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

2 days ago