Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

મુળી APMC ચૂંટણી: ખેડૂત વિભાગની 10 બેઠકો પર 11 ઉમેદવારો મેદાનમાં

surendranagarupdate1@gmail.com 1 September 2026
Muli APMC Market Yard Election News Report

Muli APMC Election | મુળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી (Muli APMC Election) જાહેર થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. મુળી APMC ની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો મળી કુલ ચૂંટણી યોજાનાર છે.

આવતીકાલ બુધવાર તા. 2-9-2026ના રોજ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જ્યારે આગામી તા. 9-9-2026ના રોજ મતદાન અને તા. 10-9-2026ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.

Join Our WhatsApp Group

ખેડૂત વિભાગની 10 બેઠકો પર 11 ઉમેદવારોએ 12 ફોર્મ ભર્યા છે. આ વિભાગમાં 163 મતદારો મતદાન કરનાર છે. બીજી તરફ વેપારી વિભાગની 4 બેઠક માટે 1 જ ઉમેદવારી પત્ર ભરાયું છે, જેમાં 3 મતદારો નોંધાયેલા છે. ખેડૂત વિભાગમાં પણ તમામ બેઠકો બિનહરીફ થાય તે માટે અંતિમ ઘડી સુધી તનતોડ પ્રયાસો હાથ ધરાશે.

મુળી યાર્ડની ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારોમાં ખેડૂત વિભાગમાં (1) પરમાર હરદેવસિંહ જેઠુભા, (2) વાઘેલા બ્રીજરાજસિંહ વિક્રમસિંહ, (3) પરમાર અનિરૂદ્ધસિંહ દીલીપસિંહ, (4) પરમાર જયપાલસિંહ બળવંતસિંહ, (5) પરમાર યુવરાજસિંહ અજીતસિંહ, (6) સંતોલા કનુભાઈ પ્રભુભાઈ,  (7) ઝેઝરીયા ધીરૂભાઈ કેહાભાઈ, (8) ચૌહાણ રામસંગભાઈ હરીભાઈ, (9) વરમોરા રમણીકભાઈ રામજીભાઈ (10) કરપડા રામભાઈ મોકાભાઈએ ઉમેદવારી કરી છે, જ્યારે (11) પરમાર પ્રધુમનસિંહ મેરૂભા (12) પરમાર લક્ષ્મણસિંહ દાદુભાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર કોમલબેન ચૌધરી તેમજ નીંકુલગીરી ગોસ્વામી દ્વારા આ ચૂંટણીની સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 28-7-2026ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાયા બાદ આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે મૂળી APMCમાં ઇલેક્શનના (Election) બદલે સિલેક્શન (Selection) થઈ જાય તેવા પૂરતા પ્રયાસો ચાલી રહ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Muli APMC (મુળી માર્કેટ યાર્ડ)

Post navigation

Previous: ઝાલાવાડમાં સાતમ-આઠમ પર્વમાળાનો પ્રારંભ, આજે નાગ પાંચમની ઉજવણી, કાલથી લોકમેળાઓ ધમધમશે
Next: ખેલ મહાકુંભ 2026: ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, ખેલાડીઓ 22 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે

Related News

Muli APMC BJP Victory Celebration Fireworks

મુળી APMCની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના તમામ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

surendranagarupdate1@gmail.com 2 September 2026
Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

surendranagarupdate1@gmail.com 1 September 2026
Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

surendranagarupdate1@gmail.com 26 August 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ Surendranagar PGVCL Power Theft Inspection Raid

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

2 September 2026
દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે Dudhrejdham Vadwala Mandir Janmashtami Mahotsav Surendranagar

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

2 September 2026
કટારીયા ટોલનાકા નજીક હોટલ પાર્કિંગમાંથી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 2 આરોપી ઝડપાયા Pansina Highway Chemical Theft Scam Police Seizure

કટારીયા ટોલનાકા નજીક હોટલ પાર્કિંગમાંથી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 2 આરોપી ઝડપાયા

2 September 2026
મુળી APMCની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના તમામ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા Muli APMC BJP Victory Celebration Fireworks

મુળી APMCની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના તમામ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

2 September 2026
ધ્રાંગધ્રાના વસાડવા ગામની સીમમાંથી 4 જુગારી પકડ્યા, 6 નાસી છૂટ્યા; રૂ.2.61 લાખનો મુદ્દામાલ જપ્ત Dhrangadhra Police Gambling Raid Vasadva Village

ધ્રાંગધ્રાના વસાડવા ગામની સીમમાંથી 4 જુગારી પકડ્યા, 6 નાસી છૂટ્યા; રૂ.2.61 લાખનો મુદ્દામાલ જપ્ત

2 September 2026
સાયલામાં આયોજિત મેળામાં 160થી વધુ સ્ટોલનું વિતરણ કરાયું Sayla Lalji Maharaj Temple Lok Mela Stalls Setup

સાયલામાં આયોજિત મેળામાં 160થી વધુ સ્ટોલનું વિતરણ કરાયું

2 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add