Gambling Raid | ધ્રાંગધ્રા તાલુકા પોલીસ (Dhrangadhra Taluka Police)ની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે વસાડવા ગામની સીમમાં ‘નદી ઉતાર’ તરીકે ઓળખાતા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો ( Gambling Raid) પાડ્યો હતો.
પોલીસે દરોડા દરમિયાન (1) જયંતીભાઈ રાઘવજીભાઈ કડીવાર (ઉં.વ.40) (2) મિતેષકુમાર કિર્તીભાઈ પરમાર (ઉં.વ.29) (3) દિનેશભાઈ બચુભાઈ રાણેવાડીયા (ઉં.વ.36) (4) રમેશભાઈ કાળુભાઈ કોપણીયા (ઉં.વ.46)ને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે રૂ.26,390 રોકડા, રૂ.25,000ની કિંમતના 5 મોબાઈલ ફોન, રૂ.2,10,000ની કિંમતની સાત મોટરસાઈકલ અને 52 ગંજીપાના મળી કુલ રૂ.2,61,390નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસના દરોડા દરમિયાન (1) ચંદુભાઈ સોમાભાઈ પાટડીયા (2) કમલેશભાઈ ચતુરભાઈ પાટડીયા (3) સાગરભાઈ મધુભાઈ સરવાડીયા (4) શૈલેષભાઈ નારાયણભાઈ જામરીયા (5) ભાવિનભાઈ લાભુભાઈ સરવાડીયા (6) કિશનભાઈ શંકરભાઈ સોલંકી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
પોલીસે ઝડપાયેલા તેમજ નાસી છુટેલા જુગારીઓ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે (Dhrangadhra Taluka Police Station) ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
