Muli APMC Election | મુળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Muli APMC)ની સામાન્ય ચૂંટણીમાં ભારે રાજકીય ઉત્તેજના બાદ આખરે ભાજપે (BJP) સત્તા મેળવી લીધી છે.
ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસ (Congress) પ્રેરિત ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લેતાં ભાજપ (BJP) પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સાથે જ મુળી માર્કેટિંગ યાર્ડ ( Muli Marketing Yard) પર ભાજપનો ભગવો લહેરાયો છે.
ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત ખેડૂત વિભાગ અને વેપારી વિભાગ માટે ઉમેદવારી પત્રો ભરાયા હતા. બંને પક્ષો વચ્ચે કાંટાની ટક્કરની શક્યતા હતી, પરંતુ આખરી ઘડીએ સમીકરણો બદલાયા હતા. કોંગ્રેસના (Congress) ઉમેદવારે નામાંકન પરત ખેંચતાં તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી.
આ નિર્વિરોધ વિજયથી ભાજપ (BJP) કાર્યકરોમાં ભારે ખુશીનો માહોલ છવાયો હતો. કાર્યકરોએ અબીલ-ગુલાલ ઉડાડી અને ફટાકડા ફોડીને વિજયોત્સવ ઉજવ્યો હતો. સ્થાનિક આગેવાનોએ આ જીતને ખેડૂત હિતનો વિજય ગણાવ્યો હતો.
Gambling Raid | ધ્રાંગધ્રા તાલુકા પોલીસ (Dhrangadhra Taluka Police)ની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી…
Sayla Lok Mela | સાયલા (Sayla) શહેરના લાલજી મહારાજ મંદિર (Lalji Maharaj Temple) પાસે આવેલા મેળાના…
Patdi Lok Mela | પાટડી (Patdi) ખાતે નગરપાલિકા (Nagarpalika) દ્વારા આયોજિત 5 દિવસીય ભવ્ય લોકમેળાનો…
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…