સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાંથી 27 વર્ષીય યુવાન ભાવેશભાઈ કરશનભાઈ કછેટીયા ગત 17 ઓક્ટોબર 2025 થી ગુમ થયા હોવાની ઘટના સામે આવી છે.
મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામના વતની અને જ્ઞાતિએ દલવાડી એવા ભાવેશભાઈ કોઈને પણ કહ્યા વગર અચાનક ગુમ થઈ જતાં પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ મામલે લીંબડી પોલીસ સ્ટેશનમાં 21 ઓક્ટોબર 2025 ના રોજ ગુમ થયાની સત્તાવાર જાણવા જોગ ફરિયાદ (નંબર 19/2025) નોંધવામાં આવી છે.
ગુમ થયેલા યુવાનની શારીરિક ઓળખની વાત કરીએ તો, તેમની ઊંચાઈ આશરે 5 ફૂટ છે, બાંધો મધ્યમ છે અને રંગ ઘઉંવર્ણો છે. તેઓ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓના જાણકાર છે. લીંબડી પોલીસે યુવાનની શોધખોળ તેજ કરી છે અને જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈને આ યુવાન વિશે માહિતી મળે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા તેમને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…