Limbdi

લીંબડીમાં તસ્કરોનો તરખાટ: હોમગાર્ડ પોઈન્ટ પાસે બંધ મકાનમાંથી ₹2.50 લાખની ચોરી

Limbdi News | લીંબડી (Limbdi) શહેરના વ્હાઈટ હાઉસ પાસે આવેલી જૂની સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. એક બંધ મકાનને નિશાન બનાવી ચોર ટોળકી અંદાજે અઢી લાખ રૂપિયાથી વધુની મત્તાની ચોરી (Theft) કરી નાસી છૂટતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના મહાદેવભાઈ પરમારના મકાનમાં બની હતી, જ્યારે તેઓ પરિવાર સાથે બહારગામ ગયા હતા.

તસ્કરો શું ચોરી ગયા? મકાનના તાળાં તોડી અંદર પ્રવેશેલા તસ્કરોએ તિજોરીના લોક (Lock) તોડી નાખ્યા હતા. ઘરમાંથી અંદાજે દોઢ લાખ રૂપિયાની કિંમતની 600 ગ્રામ ચાંદી (Silver Jewelry), ₹50,000 ના મોંઘા કપડાં, ₹50,000 નું લાઉડસ્પીકર (Loudspeaker) અને ₹20,000 ની સ્માર્ટ વોચ (Smart Watch) ની ઉઠાંતરી કરી છે.

પોલીસ પેટ્રોલિંગ પર ઉઠ્યા સવાલો ચોંકાવનારી વાત એ છે કે આ ચોરી હોમગાર્ડ પોઈન્ટ (Home Guard Point) થી ખૂબ જ નજીક થઈ છે. જેને કારણે પોલીસ પેટ્રોલિંગ (Police Patrolling) સામે ગંભીર સવાલો ઉઠયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે લાખોના ખર્ચે લગાવેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યા છે. હાલ લીંબડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago