Dhrangadhra News | ધ્રાંગધ્રામાં દોઢ મહિના પહેલા બે કારમાંથી હથિયાર (Arms) અને કાર્ટિઝ (Cartridges) મળી આવવાના ચકચારી કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. સ્થાનિક પોલીસે સઘન શોધખોળ બાદ આ ગુનામાં સંડોવાયેલા માળિયા (Maliya) ના રહેવાસી લતીફ સલીમભાઈ જેડાની ધરપકડ (Arrest) કરી છે.
ગત 24 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે શંકાસ્પદ હાલતમાં પસાર થતી બે કારને અટકાવી હતી. આ ઓપરેશન (Operation) દરમિયાન કારની તલાશી લેતા તેમાંથી કુલ 04 ગેરકાયદેસર હથિયારો (Illegal Weapons) અને 41 જીવતા કાર્ટિઝ (Live Cartridges) મળી આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી અંદાજે રૂ. 10.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે સમયે ત્રણ શખ્સો – સમશેર જેડા, સિકંદર જેડા અને દીનમહમદ ભટ્ટીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે લતીફ સહિત બે શખ્સો ફરાર થઈ ગયા હતા.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ પાંચેય શખ્સો પાટડી તાલુકાના ગેડીયા ગામે હથિયારો સાથે ઝઘડો કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. હાલમાં પકડાયેલા આરોપી લતીફ જેડા વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…