Kuldip Desai Farewell | લીંબડીના મનદીપ પાર્ટી પ્લોટ ખાતે પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈ (Kuldip Desai)નો વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો. લીંબડી વેપારી એસોસિએશન, પ્રાંત કચેરીના કર્મચારીઓ અને વિવિધ સમાજના અગ્રણીઓના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.
કુલદીપ દેસાઈની અમદાવાદ ખાતે બદલી થતાં તેમને વિદાયમાન આપવામાં આવ્યું હતું. તેમણે લીંબડી, ચૂડા અને સાયલા તાલુકામાં 2 વર્ષથી વધુ સમય સુધી સેવા આપી હતી.
આ સમયગાળા દરમિયાન વહીવટી ક્ષેત્રે કરેલી શ્રેષ્ઠ કામગીરી અને જનહિતના નિર્ણયોને શહેરીજનોએ બિરદાવ્યા હતા. વેપારી મંડળ અને અગ્રણીઓ દ્વારા પાઘડી, સાફો, શાલ અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમનું ભાવભર્યું સન્માન કરાયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહીને તેમને શુભકામનાઓ પાઠવી હતી. પ્રાંત અધિકારીએ મળેલા અભૂતપૂર્વ સહકાર બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…