Surendranagar

ભાવનગરના લઠ્ઠાકાંટ બાદ સુરેન્દ્રનગરમાં દારૂબંધીના કડક અમલવારી મામલે આવેદન

ભાવનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા લઠ્ઠાકાંડમાં 13 લોકોના મોત અને અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

આ દૂર્ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લાના જાગૃત નાગરિકો અને સામાજિક આગેવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ભાવનગર જેવી કરૂણાંતિકા સર્જાય નહીં તે માટે નાગરિકોએ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ દારૂબંધીના કડક અમલ અંગે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

રજૂઆત દરમિયાન નાગરિકોએ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારો સહિત સમગ્ર જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો.

Surendranagar citizens submitting memorandum to district collector against illegal liquor business

વ્યસનના કારણે અનેક યુવાનોના પરિવાર બરબાદ થઈ રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આથી પોલીસે પેટ્રોલીંગ વધારીને બૂટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

સ્થાનિકોએ માંગ કરી છે કે માત્ર દારૂ વેચનારાઓ સામે જ નહીં પરંતુ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલા કે મદદરૂપ થતા અધિકારીઓ અને કર્મચારીઓ સામે પણ તટસ્થ તપાસ કરી કાનૂની પગલાં લેવામાં આવે.

જો વહીવટી તંત્ર દ્વારા વહેલી તકે દારૂબંધી અંગે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

3 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

3 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

3 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

4 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

4 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

4 days ago