Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

અમદાવાદના વૃદ્ધ સાથે 1.25 કરોડની જમીન છેતરપિંડી કેસમાં લીંબડીના બે ખેડૂતની ધરપકડ

user 2 27 March 2026
અમદાવાદના વૃદ્ધ સાથે 1.25 કરોડની જમીન છેતરપિંડી કેસમાં લીંબડીના બે ખેડૂતની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ફૂલવાડી ગામે જમીન ખરીદીના નામે 1.25 કરોડ રૂપિયાની છેતરપિંડીની મોટી ઘટના સામે આવી છે. અમદાવાદના રહેવાસી ગૌતમભાઈ દિનકરભાઈ બ્રોકરે વર્ષ 2011 થી ઇન્વેસ્ટમેન્ટના હેતુથી સુરેન્દ્રનગરમાં જમીન ખરીદવાનું શરૂ કર્યું હતું. પોતે ખેડૂત ન હોવાને કારણે, તેમણે વિશ્વાસના આધારે ફૂલવાડી ગામના બે ખેડૂતો મૂળજીભાઈ ભલાભાઈ સેનવા અને બોઘાભાઈ નાનુભાઈ મકવાણાના નામે દસ્તાવેજો બનાવી 45 એકર જમીન ખરીદી હતી.

જોકે, સમય જતાં આ બંને ખેડૂતોની દાનત બગડી હતી અને તેમણે અસલ માલિક ગૌતમભાઈને જમીન સોંપવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, આરોપીઓએ આ જમીન પોતાના પરિવારજનોના નામે વારસામાં ચડાવી દઈ વિશ્વાસઘાત કર્યો હોવાનો ધડાકો થયો છે. ભોગ બનનારની ફરિયાદના આધારે પાણશીણા પોલીસે બંને ખેડૂતોની અટકાયત કરી છે. લીંબડી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ આ 1.25 કરોડના કૌભાંડની ઊંડી તપાસ કરી રહ્યા છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પાટડી નાગરિક સહકારી બેંક ફરી વિવાદમાં: ATM અને સ્કેનિંગ મશીન ખરીદીની વિગતો છુપાવતા ભ્રષ્ટાચારની આશંકા
Next: વસ્તડી બ્રિજ નિર્માણ માટે વડોદ ડેમ ખાલી કરાતા પાંચ ગામના લોકોને પીવા અને ખેતીના પાણી માટે હાલાકી

Related News

LIMDI ARP N

લીંબડી અને મુળી પોલીસ મથકના 2 નાસતા-ફરતા આરોપીઓ ઝડપાયા

User 3 20 May 2026
LIMDI 108 N

અમદાવાદ-રાજકોટ હાઇવે પર અકસ્માત: જાખણ પાસે બંધ ટ્રક પાછળ 108 એમ્બ્યુલન્સ ઘૂસી, બે ઈજાગ્રસ્ત

User 3 18 May 2026
image (19)

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

surendranagarupdate1@gmail.com 20 April 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add