Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વસ્તડી બ્રિજ નિર્માણ માટે વડોદ ડેમ ખાલી કરાતા પાંચ ગામના લોકોને પીવા અને ખેતીના પાણી માટે હાલાકી

user 2 27 March 2026
વસ્તડી બ્રિજ નિર્માણ માટે વડોદ ડેમ ખાલી કરાતા પાંચ ગામના લોકોને પીવા અને ખેતીના પાણી માટે હાલાકી

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વસ્તડી (Vastadi) અને ચુડા વચ્ચે ભોગાવો નદી પર આવેલા પુલના નવીનીકરણની કામગીરીને પગલે વડોદ ડેમ (Vadod Dam) ખાલી કરી નાખવામાં આવતા પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. તંત્ર

દ્વારા અંદાજિત 15 કરોડ રૂપિયાના ખર્ચે નવા પુલ (Bridge) બનાવવાનો નિર્ણય લેવાયો છે, પરંતુ આ માટે ડેમના તળિયા ઝાટક કરી દેવાતા સ્થાનિક રહીશો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Join Our WhatsApp Group

વડોદ ડેમ ખાલી થવાને કારણે સુરેન્દ્રનગર જિલ્લાના સૌથી મોટા ગણાતા વસ્તડી ગામની 10,000ની વસ્તીને પીવાના પાણી (Drinking Water) માટે વલખાં મારવા પડી રહ્યા છે. ગામમાં સૌની યોજના (SAUNI Yojana) હેઠળ પાઇપલાઇન ન હોવાથી હાલમાં ગ્રામ પંચાયત દ્વારા કુવામાંથી પાણી ખેંચીને વિતરણ કરવામાં આવી રહ્યું છે. વસ્તડીના સરપંચ મીનાબા ગોહિલે જણાવ્યું કે ઉનાળામાં પાણીના તળ નીચા જતા હવે કુવામાંથી પણ પૂરતું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે.

બીજી તરફ, ડેમનું પાણી ખાલી કરી દેવાતા બોડિયા, રાસકા, ઉઘલ અને બલદાણા જેવા 5 થી વધુ ગામોમાં સિંચાઈ (Irrigation) માટે પાણી મળતું બંધ થઈ ગયું છે. જે ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર કર્યું છે, તેમનો પાક પિયત વગર સુકાવા લાગ્યો છે. તંત્રએ પુલના કામ માટે પાણીનો વૈકલ્પિક સ્ત્રોત ઊભો કર્યા વિના ડેમ ખાલી કરી નાખતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: અમદાવાદના વૃદ્ધ સાથે 1.25 કરોડની જમીન છેતરપિંડી કેસમાં લીંબડીના બે ખેડૂતની ધરપકડ
Next: વઢવાણ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ, પ્રથમ દિવસે 30 ખેડૂતો પાસેથી ચણા ખરીદાયા

Related News

wadhwan Khamisana Canal Bridge

વઢવાણના ખમીસાણા પાસે નર્મદા કેનાલનો પુલ 1 વર્ષથી બંધ રહેતા 7 ગામના લોકોમાં ભારે રોષ, જોખમી પુલ પરથી અવરજવર કરવા મજબૂર

surendranagarupdate1@gmail.com 29 June 2026
wadhwan-police-gambling-raid-dedadra-village-controversy

દેદાદરા નજીક જુગારધામ પર રોડા: અધૂરો મુદ્દામાલ દર્શાવતા વઢવાણ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં

surendranagarupdate1@gmail.com 26 June 2026
WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add