લખતર તાલુકાના મોઢવાણા અને વણા ગામ વચ્ચે રેતી ભરેલું એક ડમ્પર પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. માલવણ તરફથી સુરેન્દ્રનગર જઈ રહેલા આ ડમ્પરના ચાલકે રોડ પરના મોટા ખાડાને કારણે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ડમ્પર માર્ગની સાઈડમાં ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર નીચેથી નર્મદાની પાઈપલાઈન પસાર થતી હોવાથી વારંવાર રોડ બેસી જાય છે. માર્ગ પર પડેલા જીવલેણ ખાડાઓને કારણે અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. વાહન ચાલકો અને રહીશો દ્વારા માંગ કરવામાં આવી છે કે તંત્ર દ્વારા સત્વરે રોડનું લેવલિંગ કરી ખાડા પૂરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…