Chuda

ચુડા: ઝોબાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા 13 શખ્સો ઝડપાયા

Jobala Gambling Raid | ચુડા તાલુકાના જોબાળા ગામમાં એલસીબી પોલીસે દરોડો પાડી ૧૩ શખ્સને જુગાર રમતા ઝડપી પાડયા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.૧.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

ચુડા તાલુકાના જોબાળા ગામમાં કેટલાક શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે ચુડાના જોબાળા ગામે રેઇડ કરી હતી. જેમાં સ્થળ પરથી જુગાર રમતા (૧) ઇશ્વરભાઇ ભગવાનભાઈ દાસોડીયા (૨) અજયભાઈ ઘનશ્યામભાઈ શેખ (૩) રસિકભાઈ શામજીભાઈ શેખ (૪) આકાશભાઈ બહાદુરભાઈ ચેખલિયા (૫) રવિભાઈ નટુભાઈ વડોદરિયા (૬) વિપુલભાઈ નારાયણભાઈ ઘોળકીયા (૭) વશરામભાઈ લાલજીભાઈ ભલાડા (૮) વિકાસભાઈ બહાદુરભાઇ ચેખલિયા (૯) રાજુભાઈ ઘનશ્યામભાઈ ડાભી (૧૦) જીગ્નેશભાઈ રાયસંગભાઈ પરમાર (૧૧) રાકેશભાઈ દલસુખભાઈ શેખ (૧૨) બળદેવભાઈ મનસુખભાઈ ધલવાણીયા અને (૧૩) અશોકભાઈ તળશીભાઈ કલવાણીયાને જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ.૪૪,૫૧૦, ૧૨-મોબાઇલ કિં.રૂ.૫૫,૫૦૦, બાઈક કિંમત રૂ.૧૫,૦૦૦ સહિત ફૂલ રૂ.૧,૧૫,૦૧૦ના મુદામાલ સાથે ઝડપી ચુડા પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

એલસીબીની ટીમે ગામમાં રેડ (Raid) કરીને આટલા મોટા પ્રમાણમાં જુગારીઓને ઝડપ્યા, ત્યારે સ્થાનિક ચુડા પોલીસ (Chuda Police) ને આ અંગે કોઈ જાણ ન હોવાથી તેમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં પોલીસે તમામ 13 શખ્સો વિરુદ્ધ જુગારધારા (Gambling Act) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

4 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

4 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

4 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

4 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago