Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લખતરના દેવળીયામાંથી સરકારી યુરિયા ખાતરના કાળા બજારનું કૌભાંડ ઝડપાયું

surendranagarupdate1@gmail.com 8 October 2025
image
  સુરેન્દ્રનગર – સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાએ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે ઝુંબેશ હાથધરી છે, જેના ભાગરૃપે લખતર તાલુકાના દેવળીયા ગામમાંથી ખેડૂતોને અપાતા સરકારી સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરકાયદેસર સંગ્રહ અને કાળા બજારના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસ.ઓ.જી.ના પી.આઈ. બી.એચ. શીંગરખીયાને મળેલી બાતમીના આધારે દેવળીયા ગામમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાના કબજા ભોગવટાના એક ગોડાઉનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. રેડ દરમિયાન જાણવા મળ્યું કે, આરોપીઓ અજયસિંહ બળવંતસિંહ રાણા અને દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણા ગેરકાયદેસર રીતે સરકારી સબસીડીવાળું યુરિયા ખાતર મેળવીને તેને કોમર્શિયલ ઉપયોગ માટેની થેલીઓમાં ફરીથી પેકિંગ કરી રહ્યા હતા. આ ખાતરને કાળા બજારમાં ફેક્ટરીઓમાં વેચવા માટે મોકલવાની યોજના હતી. નોંધનીય છે કે ગોડાઉનમાંથી ગેરકાયદેસર વીજ જોડાણ પણ મળી આવતા પીજીવીસીએલની ટીમને બોલાવીને વીજ જોડાણ કાપીને દંડની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે વધુ આ પ્રવૃતીઓ કેટલા સમયથી થતી હતી કેટલુ ખાતર લેવાયુ એ સહીતની તપાસ હાથ ધરવામા આવી હતી રેડમાં ઝડપાયેલ મુદ્દામાલ યુરિયા ભરેલી થેલીઓ (નંગ-૫૯૭) – કિંમત રૃ. ૯,૬૧,૪૮૦/-, ખાલી પીળા રંગની સરકારી ખાતરની થેલીઓ નંગ-૨૮૦, સીલાઈ મશીન, સફેદ ખાલી કોમશયલ ઉપયોગની થેલીઓ નંગ-૪૦, ટાટા ટ્રક (ખાતર ભરીને વેચાણ માટે મોકલવા આવેલ), મોબાઇલ ફોનનંગ-૦૩) તમામ મળીને કુલ રૃ. ૧૯,૮૦,૦૮૦/- નો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ સામે કાર્યવાહી આ કૌભાંડમાં કુલ ચાર મુખ્ય ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં ક્રિપાલસિંહ ભવાનસિંહ રાણાથ જેના ગોડાઉનમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી. અજયસિંહ બળવંતસિંહ રાણા, દિવ્યરાજસિંહ ઉર્ફે શંભુભાઇ ધર્મેન્દ્રસિંહ રાણાથ જે મજૂરોને આ કામ માટે લાવ્યા હતા. પરાગભાઇ જેણે ખાતર બજારમાં કાળાબજારીથી વેચવા માટે ટ્રક મોકલેલ હતો. આ ઉપરાંત, સ્થળ પરથી ખાતરની હેરફેર-ફેરવણી કરતા ૮ મજૂરો અને ટ્રકના ડ્રાઇવર-ક્લીનર સહિત અન્ય ૧૦ શખ્સોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.  

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી કરી આત્મહત્યા, પોલીસ બેડામાં ખળભળાટ
Next: સુરેન્દ્રનગર નમો કમલમમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનનો પ્રારંભ

Related News

Lakhtar Road Corruption

લખતરમાં ધૂળ પર સીસી રોડનું કામ: ‘લોટ, પાણી ને લાકડા’ જેવી નબળી કામગીરીથી રહીશોમાં ભારે રોષ

surendranagarupdate1@gmail.com 28 June 2026
Lakhtar Highway Bulls Fight

લખતર-વિરમગામ હાઇવે પર ‘આખલા યુદ્ધ’: વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા

surendranagarupdate1@gmail.com 28 June 2026
LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

User 3 20 May 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add