સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલની બે કંપનીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ અને પુરવઠા ટીમનુ ચેકીંગ
ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમા 10 તેલના નમુનાઓ લેવાયા
દિવાળી ટાણેજ કેમ લોકોના આરોગ્ય ની ચિંતા તંત્રનેથાયછે બાકીના મહીનાઓમા શુ કરેછે ?
સુરેન્દ્રનગર: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે લોકોના જનઆરોગ્યની સલામતી સુનિશ્ચિત કરવા માટે સુરેન્દ્રનગરમાં ખાદ્યતેલમાં ભેળસેળ થતી હોવાની વ્યાપક ફરિયાદો તેમજ ડિસ્કો તેલ વેચાતું હોવાનું ધ્યાને આવતા તંત્ર સફાળું જાગ્યું છે. જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને પુરવઠા વિભાગની ટીમે સંયુક્ત રીતે ચેકિંગ હાથ ધર્યું હતું.
સુરેન્દ્રનગર કલેક્ટરના આદેશથી, ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાની આગેવાની હેઠળની ટીમે ખાદ્યતેલનું ઉત્પાદન કરતી બે કંપનીઓ પર તપાસ કરી હતી. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં વેચાતા ખાદ્યતેલની ગુણવત્તા અને શુદ્ધતા જાળવવાનો છે.
તપાસ દરમિયાન, વઢવાણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી બે કંપનીઓ— ગાયત્રી એન્ટરપ્રાઇઝ અને શ્રી હરી ઓઇલ ઇન્ડસ્ટ્રીઝ — ખાતે સ્થળ પરની તપાસ કરવામાં આવી હતી. ટીમે આ બંને કંપનીઓમાંથી આશરે દસ જેટલા ખાદ્યતેલના નમૂના લીધા હતા
ફૂડ સેફ્ટી ઓફિસર પિયૂષ સાવલિયાએ જણાવ્યું હતું કે, “અમારી ટીમે આજે ઓઇલ ટીનીંગ કરતી બે કંપનીઓ પર તપાસ કરી છે. ખાદ્ય તેલના દસેક જેટલા નમૂના લઈને અમે લેબોરેટરીમાં મોકલાવી રહ્યા છીએ. લેબોરેટરીના રિપોર્ટના આધારે વધુ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.”
આ આકસ્મિક ચેકિંગ એ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવ્યું છે કે ગ્રાહકોને આરોગ્યપ્રદ અને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે લેબોરેટરી રિપોર્ટમાં જો નિયમોનું ઉલ્લંઘન જણાશે, તો સંબધિત કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં, આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે.
ત્યોહાર ટાણેજ કેમ ચેકીંગ પછી કેમ ચુપ?
ફુડ એન્ડ ડ્રગ અને પુરવઠા વિભાગને સૌથી મોટાત્યોહાર દિવાળી ટાણેજ કેમ પ્રજાના આરોગ્ય ની ચિંતાઓ જાગેછે બાકીના મહીનામા કેમ કામગીરી ઠપ્પ થઇ જાયછે અને એક કે બે જગ્યાએ જયને નમુનાઓ લયને સંતોષ માની લેવામા આવેછે શુ ત્યોહાર ટાણેજ આ બધુ નિવેધ ધરાવવા માટેનુ તરકટ છે કે શુ એવી પણ લોકોમા ચર્ચાઓ વહેતી થય છે શહેરમા ને જીલ્લામા આવી અનેક ભેળસેળ યુક્ત હાટડીઓ ચાલેછે .
સુરેન્દ્રનગર સહીત સમગ્ર જીલ્લામા ભેળસેળ યુક્ત અને ખાદ્યપદાર્થો હોયકે ફરસાણની દુકાનો ચલાવતા તમામને ત્યા ચેકીંગ કેમ રૂટીન કરાતુ નથી ત્યોહાર ટાણે વેચાતા ફરસાણ વિવિધ મીઠાઇઓ એને બનાવવા વપરાતા માવા તેલ સહીતમા મોટાપાયે ભેળસેળ થતુ હોવાની અનેક ફરીયાદો ઉઠેછે આ તમામ જગ્યાએ કોણ ચેકીંગ કરશે અને ક્યારે ચેકીંગ કરશે ? એ સૌથી મોટો સવાલ છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…