Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર ના ખેડૂતો રોડ પર દાડમ ફેંકી દેવા મજબૂર..

jeet 8 November 2025
Untitled design_20251108_115725_0000

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠા થી દાડમના બાગાયત પાકને વ્યાપક અસર..

માવઠા થી દાડમ બગડી ગયા..

Join Our WhatsApp Group

દાડમની ક્વોલિટી ખરાબ થઈ જતા ખેડૂતો દાડમ ફેંકી દેવા મજબુર..

માવઠા થી કપાસ મગફળી ઉપરાંત બાગાયત પાકનો પણ સોથ વળી ગયો..

દાડમ સરગવો લીંબુ જેવા પાકોને પણ નુકસાન..

ખેડૂતો ની હાલત દયનિય બની ગઈ..

સુરેન્દ્રનગર જિલ્લામાં માવઠાના કારણે કપાસ મગફળી જેવા પાકોને તો નુકસાન થયું છે પરંતુ સતત વરસાદ અને પવન સાથે વરસાદના કારણે દાડમ લીંબુ સરગવો જેવા બાગાયત પાકોને પણ નુકસાન થયું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ધાંગધ્રા અને મુળી તાલુકામાં ખેડૂતો દ્વારા સૌથી વધુ બાગાયત પાકમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલમાં તેની આવક પણ શરૂ થઈ ગઈ છે પરંતુ માવઠાના કારણે અને વરસાદના કારણે દાડમનો પાક બગડી જવા પામ્યો છે અને ખાસ કરીને તેની ક્વોલિટી પણ ખરાબ થઈ જવા પામી છે..

જ્યારે ખેડૂતો આ દાડમ વઢવાણ માર્કેટિંગ એડ અથવા તો સુરેન્દ્રનગરની જે બજારો આવેલી છે ત્યાં વેચાણ માટે લાવે તો કોઈ ખરીદવા માટે તૈયાર નથી થઈ રહ્યું જેને લઇને ખેડૂતો દ્વારા દાડમ રસ્તા ઉપર ફેંકી દેવા પડી રહ્યા છે અને પશુઓને નાખી દેવા પડતા હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને માવઠાના કારણે નુકસાન થયું છે જેને લઇને દાડમનો પાક ખરાબ થઈ ગયો છે અને તેના પૂરતા ભાવ મળે તે પ્રકારની શક્યતાઓ પણ હાલ નહિવત દેખાઈ રહી છે પરંતુ તે છતાં પણ ખેડૂતો પોતે માર્કેટિંગ યાર્ડમાં આવા દાડમ નો પાક લાવી રહ્યા છે પરંતુ ત્યાં ભાવ ન મળવાના કારણે તેની ક્વોલિટી વરસાદથી ખરાબ થઈ ગઈ હોવાના કારણે ખરીદવા માટે તૈયાર ન હોવાના કારણે ખેડૂતો રોડ ઉપર દાડમ ફેંકી દેવા માટે મજબૂર બની રહ્યા છે..

પહેલા માવઠા થી માર સહન કર્યો અને હવે બાગાયત પાકમાં જે આવતા પાકો છે તેની આવક શરૂ થઈ જતા તેમની ક્વોલિટીમાં ફેર પડી રહ્યો છે અને બગડી જતા હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે એટલે ખેડૂતોને પડ્યા ઉપર પાટુ જેવી પરિસ્થિતિનું હાલ નિર્માણ થયું છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લીંબડીના 13 ગામોમાં એક સાથે PGVCL વિભાગ દ્વારા મેન્ટન્સ શરૂ કરવામાં આવ્યું
Next: શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલ્ટીસાથે સુરેન્દ્રનગરના ત્રણ ઇસમો રાજકોટ થી ઝડપાયા..

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add